ગણેશ ઉત્સવ નિમિતે વાંચો ગણપતિ બાપાના મસ્ત મસ્ત 20 નારા, અને પછી સાંજે આરતી બાદ બોલાવો ગણપતિ બાપાનો જય જય કાર

0

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એ ગણેશ ઉત્સવ શરુ થઇ ગયો છે. 10 દિવસનો આ ઉત્સવ દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ઉજવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના રૂપમાં ગણેશજીની સ્થાપના કરે છે. માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે ગણેશજીને પ્રથમ યાદ કરવામાં આવે છે.

ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિના દાતા કહેવામાં આવે છે. ગણેશજી તેમના ભક્તોના બધા જ વિઘ્નો પણ હરી લે છે અને દરેક મુસીબતો દૂર કરીને સુખ-સમૃદ્ધિ પણ આપે છે. ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. માનવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેઓના જીવનથી દરેક બાધાઓ દૂર થઇ જાય છે. ગણેશજીને મંગલકર્તા અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે.

જ્યારે તમારા જીવનમાં બધી જ બાજુથી તમને દુઃખ ઘેરી વળે, સંકટ આવી પડે અને ત્યારે જો કોઈ માર્ગ ન દેખાય તો ત્યારે તરત જ યાદ કરો ગૌરી પૂત્ર ગજાનન ગણેશને. ગજાનન ગણેશની સંકલ્પ અનુસાર સાધના કરવાથી વિઘ્નહર્તા બગડેલા કામ પણ બનાવી દે છે. 10 દિવસના ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીની સાધના આરાધના કરવાથી ભક્તોને ચિંતાથી મુક્તિ મળે છે અને તેમની મનોકામનાઓ પુરી કરે છે. ભગવાન શ્રી ગણેશ પોતાના દરેક સ્વરૂપમાં પ્રસન્નતા અને ખુશીઓનું વરદાન આપે છે. ભગવાન ગણેશની દરેક આરાધના અત્યંત ફળદાયી અને સુખ આપનાર હોય છે.

તો ચાલો આ ગણેશ ઉત્સવ નિમિતે આજે આપણે ગણેશજીના કેટલાક નારાઓ જોઈએ, જે બોલવાની અને બોલાવવાની ખૂબ જ મજા આવશે.

 1. ગણપતિ બાપાનો આ નારો એવો છે કે નાના બાળકોને પણ બોલવાની ખૂબ જ મજા આવશે. કારણ કે આ એક ઇંગ્લિશની કવિતા જેવો નારો છે.
 2. આ નારો તો આપણામાંથી લગભગ બધાએ જ મોટે મોટેથી બોલ્યો હશે, ખરુંને!
 3. આપણા બધાના જ ફેવરેટ ગણપતિ બાપાને સુપર કહેવા માટે આનાથી વધુ સારો નારો બીજો કયો હોઈ શકે!
 4. દેવતાઓમાં પણ જો કોઈ સિંઘમ હોઈ શકે તો એ છે ગણેશજી, એટલા એમના માટે આ નારો બેસ્ટ છે!
 5. ભલે ચાઈનામાં કે કોરિયામાં ગણેશજીની પૂજા ન થતી હોય, પણ એનાથી આપણને શું ફેર પડે!
 6. રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણાતા ગણેશજી આપણા બધાના જ બોડીગાર્ડ તો છે જ ને!
 7. કોને ગોટા ભાવે છે? અને ભાવતા હોય તેથી પણ શું? ગણપતિ બાપા તો મોટા જ રહેવાના ને!
 8. આ પણ કોઈ કહેવાની વાત છે? આટલા જોરશોરથી સ્વાગત અને પછી ધામધૂમથી વિદાઈ કર્યા બાદ પણ બીજા વર્ષે તેમના આવાની રાહ જોવાતી હોઈ ત્યારે આપણા હીરો તો ગણપતિ બાપા જ કહેવાય ને!
 9. જે દેવની પૂજા કોઈ પણ શુભ કાર્ય કરતા સમયે સૌથી પહેલા થતી હોય એ બ્યુટીફૂલ તો હોવાના જ!
 10. આ વાતમાં કોઈ જ શાક નથી કે ગણપતિ બાપા આપણા સૌના છે.
 11. ગણપતિ બાપા ફર્સ્ટ કલાસ છે એટલે જ તેમના ભક્તો પણ ફર્સ્ટ કલાસ રહે છે.
 12. ફિલ્મોમાં ભલે પ્રભાસ બાહુબલી હોય પણ આપણા માટે તો ગણેશજી જ બાહુબલી છે ને!
 13. દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજી હેન્ડસમ ન હોય તો બીજું શું હોય!
 14. ડુંગળી બટાકા સસ્તા હોય કે ન હોય, પણ ગણેશજી તો હંમેશા જ હસતા રહેવાના ને! કારણ કે ક્રોધિત થવાની તેમની વૃત્તિ જ નથી.
 15. ગુજરાતીઓ પણ જલેબી-ફાફડા કરતા વધુ પ્રેમ ગણેશજીને કરે છે.
 16. ભરૂચની ફેમસ ખારી સીંગ, ગણપતિ બાપા સુપર કિંગ
 17. આમાં કહેવાનું ન હોય, ગણપતિ બાપ બેસ્ટ છે, હતા અને રહેશે…
 18. આમાં કહેવાની જરૂર ન હોય, ગણપતિની બોલબાલા તો હંમેશા જ રહેવાની છે.
 19. ગણપતિ બાપા પણ ગીત ગાતા હશે ને કે ‘મેં હું ડોન’
 20. ગણપતિ બાપા તો હંમેશાથી સુંદર છે, અને હંમેશા સૌથી પહેલા તેમની જ પૂજા થશે.

મિત્રો, જો તમને ગણેશજીના આ નારા ગમે તો આગળ જરૂર શેર કરજો અને તમે પણ કોમેન્ટમાં લખો એક નારો…
જય ગણપતિ બાપા

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.