ખબર

જેલમાંથી છૂટીને બહાર આવ્યો ડોન, તો 300 ગાડીઓનો કાફલો તેડવા આવ્યો, થયો ફૂલોનો વરસાદ, જુઓ વીડિયો

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જયારે જેલની અંદર જતો હોય છે ત્યારે તે વ્યક્તિને જોવાનો લોકોનો નજરીયો પણ બદલાઈ જતો હોય છે. પરંતુ આ દરમિયાન જ પુણેમાંથી એક અલગ જ નજારો જોવા મળ્યો હતો.

પુણેનો એક ખ્યાતનામ ગેંગસ્ટર ગજાનન મારણે જેલમાંથી છૂટ્યો અને ચર્ચાનો વિષય બની ગયો હતો. કારણ કે જેલમથી છૂટવા ઉપર રેલી કાઢવામાં આવી હતી. તે રેલી જોઈને તો એમ જ લાગી રહ્યું હતું કે તે જાણે દેશ માટે કોઈ યુદ્ધ લડીને આવી રહ્યો હોય.  કે પછી જાણે તે આઝાદીની લડાઈ માટે જેલમાં ગયો હોય.

ગજાનનના સમર્થકો દ્વારા આ રેલી તલોજા જેલમાંથી પુણે સુદ્ધજી કાઢવામાં આવી હતી. આ રેલીની અંદર 300 ગાડીઓ અને અનેક સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. કોરોના નિયમોની તો વાત જ કરવા જેવી નહોતી. ના સોશિયલ ડિસ્ટન્સ, ના માસ્કમાં કોઈ જોવા મળ્યું. બસ પુણેનો  ભાઉ ઘરે આવ્યો છે એના માટે લોકોના ટોળા જામી ગયા.

એક તરફ જ્યાં મહારાષ્ટ્રમાં પ્રતિ દિવસે 4000 નવા કેસ આવી રહ્યા છે તો બીજી તરફ ગજાનન માટે કાઢવામાં આવેલી આ રેલી કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતી જોવા મળી હતી. આવા સમયમાં આ રેલી ચિંતાનો વિષય બની છે.

ગજાનન પુણે શહેરનો એક પ્રખ્યાત ગેંગસ્ટર છે. તે તલોજા જેલની અંદર મર્ડર કેસમાં બંધ હતો. ન્યાયાલય દ્વારા તેને દોષમુક્ત કરવામાં આવ્યો છે. તેના વિજયોત્સવના રૂપમાં તેના સમર્થકોએ 300 ગાડીઓ સાથે જેલથી પુણે સુધી રેલીનું આયોજન કર્યું હતું.