જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

ઘરમાં સુખ શાંતિની કામના કરતા હોવ તો આજે જ કરો ગણેશજીનો આ ખાસ ઉપાય

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે સુખ અને શાંતિથી રહે છે અને તેમના ઘર-પરિવારમાં પણ હંમેશા સુખ અને શાંતિ બની રહે. આપણે ઇચ્છતા હોઈએ છીએ કે આપનો પરિવાર એકસાથે સંપીને એક ઘરમાં સુખેથી રહે અને જીવન પસાર કરે પણ હવે એવું રહ્યું નથી. ખૂબ જ ઓછા પરિવાર એવા બચ્યા છે કે જે સુખ અને શાંતિથી એકબીજાનો સાથ આપીને રાજી-ખુશીથી રહેતા હોય છે.

Image Source

દરેક પરિવારમાં મોટાભાગે કોઈને કોઈને નાની-મોટી બાબતે નાના-મોટા વાદવિવાદો થતા જ રહે છે. ત્યારે કહેવાય છે કે જે ઘરમાં લોકો એક છત નીચે એકબીજા પ્રત્યે ખટાશ અને મનમાં કડવાશ રાખીને જીતવા હોય છે એ ઘરમાં ક્યારેય પણ સુખ અને શાંતિ નથી આવતી.

આજના સમયમાં સગા ભાઈઓ અને બહેનો પણ મતભેદ એટલા વધી ગયા છે કે કોઈની સાથે બોલવાના સંબંધો પણ નથી બચતા, એ લોકોના મનમાં કડવાશ આવી જાય છે અને મગજમાં હંમેશા તણાવ જ રહે છે.

Image Source

જો તમારા પરિવારમાં પણ આવું જ થતું હોય અને જો તમે પણ તમારા પરિવારમાં એકતા બનાવી રાખવા માંગતા હોવ અને ઇચ્છતા હોવ કે તમારો પરિવાર સુખ અને શાંતિથી એક સાથે રહે તો આજે તમારા માટે અમે લઈને આવ્યા છીએ ગણેશજીનો ઉપાય, જે કરવાથી ઘરમાં તણાવનો માહોલ દૂર થાય છે અને સુખ-શાંતિનો માહોલ બની રહે છે. અને બધા જ લોકો ટેંશન છોડીને સુખેથી જીવનનો આનંદ માણે છે.

ઘરમાં સુખ અને શાંતિ માટે કરો ભગવાન ગણેશનો આ ઉપાય –

Image Source

ભગવાન શ્રી ગણેશને દુઃખહર્તા, સુખકર્તા અને વિઘ્નહર્તા માનવામાં આવે છે, એમને સુખ, શાંતિ અને વૈભવના દેવતા માનવામાં આવે છે. ત્યારે આજે અમે તમને ભગવાન ગણેશનો એક એવો ઉપાય જણાવવા જઈ રહયા છીએ કે જે ઉપાય કરવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ બની રહે છે અને કોઈ પણ પ્રકારના કલેશથી ઘર મુક્ત રહે છે. કહેવાય છે કે મહિનામાં એક વાર આ ઉપાય કરવાથી ગણેશજી બધા જ દુઃખો દૂર કરે છે.

Image Source

ગણેશજીનો જે ઉપાય જણાવી રહયા છીએ એ ઉપાય બુધવારના દિવસે કરો. આ દિવસ કેળનું એક પાંદડું લો અને એ પાંદડાને ભગવાન ગણેશજીની સામે મૂકી દો. હવે એ કેળના પણ પર ચોખાનો એક ઢગલો કરો, અને સાથે જ મોદક અને પાંચ સિક્કા પણ મુકો. આટલું કર્યા પછી ગણેશજીની સામે ઘીનો દીવો કરો અને તેમની આરતી કરો. બની શકે તો આરતી આખા પરિવારની સાથે કરો.

Image Source

આરતી થઇ ગયા પછી, જે ચોખાનો ઢગલો બનાવ્યો હતો, એ ચોખાને બીજા ચોખા સાથે ભેળવી દો અને એની ખીર બનાવી લો. આ ખીરને પરિવારના બધા જ સભ્યોને ખવડાવો. આ ખીર ખાવાથી પરિવારના સભ્યોમાં સદબુદ્ધિ આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.

ઉપરાંત પૂજા દરમ્યાન જે મોદક મુકવામાં આવ્યા હતા, એ મોદકને પણ પ્રસાદના રોપમાં પરિવારના સભ્યોમાં વહેંચીને ખાઈ જાઓ. આવું કરવાથી પરિવારના લોકોનું નસીબ ચમકી જશે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ બની રહેશે.

Image Source

જે સિક્કાઓ કેળના પાંદડા પર રાખ્યા હતા એ સિક્કાઓ ગરીબોમાં વહેંચી દો, આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી. મોટા ભાગે ઘરોમાં થતા ઝઘડાઓનું મૂળ રૂપિયા અને સંપત્તિ જ હોય છે. પણ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહિ થાય અને ઘરમાં ધન આવ્યા જ કરશે. આ ઉપાય મહિનામાં એકવાર ચોક્કસ કરવો. આ ઉપાય કરવા બાદ તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો માહોલ બની રહેશે.