ધાર્મિક-દુનિયા

ગણેશ વિસર્જન પહેલા આ 4 ઉપાય કરો અને માતા રિદ્ધિ-સિદ્ધિની કૃપા તમારા પર બની રહેશે- તમારું કિસ્મત ખુલી જશે

2 સપ્ટેમ્બરના ગણેશ ચોથ હોય ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચોથથી શરૂ થતો ઉત્સવ 5 દિવસ, 7 દિવસ કે 11 દિવસનો હોય છે. ત્યારબાદ ગણેશ વિસર્જન કરવામાં આવે છે. વિકટ પરિસ્થિતીમાંથી પસાર થતા હોય તો વિસર્જન પહેલા આ ઉપાય કરવાથી ફાયદાકારક રહે છે.

Image Source

ગણેશ વિસર્જન પહેલા જો તમે આ 4 ઉપાય કરશો તો તમને પૂરી પૂજાનું ફળ તમને પ્રાપ્ત થશે.
1) ગૌમાતા બધા જ દેવી દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ગૌમાતાની સેવા કરવીએ આપણું કર્તવ્ય છે. લીલી શાકભાજી, દુર્વા, લીલુ ઘાસ ગાયમાતાને જરૂર ખવડાવો. વિસર્જન પહેલા આ 1 ઉપાય જરૂર કરો. આવું કરવાથી ધનહાનિ દૂર થશે અને વેપારમાં આવતી મુસીબત પણ દૂર થશે.

Image Source

2) ગણેશ વિસર્જન ના પહેલા આખરી રાતે ગણપતિજીને પાંચ મોદક અથવા પાંચ લાડુ રાખો અને પાણી ભરેલો લોટો રાખો. અને સવારના સમયે વિસર્જન પછી આ 5 મોદક સવારના સમયે પ્રસાદ તરીકે ઘર પરિવારના લોકોએ લઈ લેવા. અને લોટો ભરેલા પાણીને પીપળનાં ઝાડ પર પ્રદક્ષિણા ફરતા રેડવુ. તેઓ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

Image Source

3) લીલા ધાણાને તમે એક લીલા કપડામાં સાફ કરીને ગણપતિ ના ચરણો એ મૂકી દો ત્યારબાદ વિસર્જન પછી આ ધાણાને કોઈ ગરીબ માણસને આપો. લીલા ધાણા એટલે કે તમે જ શાકભાજી મજે લીલા ધાણા નાખો છો તે લીલા ધાણાનો ઉપયોગ કરો તે સમારેલા ન હોવા જોઈએ ડાળખી સાથે હોવા જોઈએ.

Image Source

4) એક મુઠ્ઠી લીલી મગની દાળ લો અને મનમાં મનોકામના સાથે ગણેશ વિસર્જન સાથે પાણીમાં પધરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થશે.અને તમારા જીવનમાં ખુશીઓ આવશે.આવું કરીને જ્યારે તમે ઘરે પાછા ફરે ત્યારે પાછો ફરીને ન જોવુ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks