ધાર્મિક-દુનિયા

બુધવારના દિવસે આ એક મંત્રના જાપથી ગરીબી થાય છે દૂર, અનેક મનોકામના થાય છે પૂર્ણ

માન્યતા અનુસાર, કોઈપણ શુભ કામમાં સર્વપ્રથમ ગણેશજીની પૂજા કર્યા વગર સંપૂર્ણ માનવામાં નથી આવતું. ભગવાન ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દેવતા માનવામાં આવે છે. ગણપતિ પ્રથમ પૂજનીય દેવ છે. જો ગણપતિની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી જાય છે તો તે વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી બધી તકલીફ દૂર થાય છે. ઘર-પરિવારની ગરીબી પણ દૂર થઇ જાય છે. બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે. જો આ તમે બુધવારના દિવસે થોડા સરળ ઉપાય કરવાથી તમારા અને તમારા પરિવારને ગરીબીમાંથી છુટકારો મેળવી શકો છો.

Image source

આજે અમે તમને ગણેશ મંત્રો વિષે જાણકારી આપીશું. જો તમે એક મંત્રનો જાપ દરરોજ 108 વાર કરો છો તો તેનો લાભ તમને જરૂર મળશે. થોડા દિવસમાં જ ઘરની ગરીબી હંમેશા માટે દૂર થઇ જશે. શાસ્ત્રોમાં તેને બહુ પ્રભાવી માનવામાં આવે છે.

બુધવારના દિવસે કરો ગણેશ મંત્રોનો જાપ

Image source

1.કોઈ પણ કામમાં સફળતા મળશે.

જો તમારું કોઈ કામ ચાલી રહ્યું હોય અને તેમાં તમે સફળતા હાંસિલ કરવા માંગતા હોય તો આ મંત્ર “ॐ वर वरदाय विजय गणपतये नमः” નો જાપ કરો. આ સિવાય કોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ ચાલી રહ્યો હોય, કોર્ટ કચેરીમાં સફળતા પ્રાપ્ત કરવી હોય અથવા તો વિજય પ્રાપ્ત કરવો હોય અને શત્રુઓથી મુક્તિ મેળવવી હોય તો આ મંત્ર “ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः”નો જાપ કરો.

2.મનોકામના પુરી કરવા માટે કરો આ મંત્રનો જાપ

જો તમારી મનોકામના અધૂરી રહી ગઈ હોય અથવા તો જલ્દી જ મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો તે સમય આ મંત્ર “ॐ अन्तरिक्षाय स्वाहा”નો જાપ કરો. આ મંત્રના જાપથી અનેક મનોકામના પુરી થાય છે.

Image source

3.પરિવારની ગરીબાઈ દૂર કરવા માટે કરો આ મંત્રનો જાપ

કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં પૈસાદાર બનાવવાની જ ઈચ્છા ધરાવતા રહે છે. માણસ તેના જીવનમાં ઘણી કમાવવાની ઘણી કોશિશ કરતા હોય છે. ઘણા લોકો તનતોડ મહેનત કરવા છતાં પણ પૈસા કમાવવામાં સફળ નથી થતા. ઘર-પરિવારમાં ધનનો અભાવ રહે છે. ઘરમાં ગરીબી રહે છે. જો તમે ઈચ્છો તો ઘર પરિવારની ગરીબાઈ જલ્દી જ દૂર કરી શકો છો. તમારે બુધવારના દિવસે “ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्।અથવા ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट।।” નો જાપ કરી શકો છો.

4.યાત્રા સફળ બનાવવા માટે કરો આ મંત્ર
જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોય અને તમે યાત્રા પર જવા ઇચ્છતા હોય અને યાત્રામાં સફળતા મળે તો આ સ્થિતિમાં “ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा।।” મંત્રનો જાપ કરો.

Image source

5.આ મંત્ર કરવાથી થાય છે મંગલ જ મંગલ
આપણે બધા જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણા જીવનમાં સુખ-શાંતિ મળે. જો તમે ઇચ્છો કે જીવનની બધી જ પરેશાનીઓ દૂર થાય છે. અને તમારા જીવનમાં બધું જ મંગલ-મંગલ થાય છે. આ માટે તમારે બુધવારના દિવસે “ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा”નો જાપ કરો. જેનાથી તમને જલ્દી જ લાભ થઇ શકે છે. આ ગણેશ સાધનાનો ચમત્કારિક મંત્ર છે. જો તમે આ જાપ કરો છો તો બધું જ મંગલ-મંગલ થાય છે.