હિન્દૂ સંસ્કૃતિમાં અને પૂજામાં ભગવાન શ્રીગણેશજીને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. દરેક શુભ કાર્યમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરાવી અનિવાર્ય કહેવામાં આવ્યું છે. દેવતાઓ પણ પોતાનું કાર્ય વિના કોઈ વિઘ્ને પૂરું કરવા માટે ગણેશજીની અર્ચના સૌથી પહેલા કરે છે.

ગણેશજીને બુદ્ધના કારક દેવતા માનવામાં આવે છે, એટલે બુધવારની ગણેશજીનો વાર માનવામાં આવે છે. એવામાં બુધવારે ગણેશજીની પૂજા વિશેષ મનોકામના પુરી કરવાવાળી માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ગણેશજીની પૂજા તમારા કાર્યમાં આવતી અડચણ જ દૂર નથી કરતી પણ સાથે જ તમારી મનોકામનાઓ પણ પુરી કરે છે. ભગવાન શિવની જેમ જ ગણેશ ભગવાન પણ ભક્તો પર તરત જ પ્રસન્ન થઈ જતાં દેવ છે.
ભગવાન ગણેશની પૂજા કરવી સાવ સરળ છે. જો આ પ્રકારની વસ્તુથી એમની પૂજામાં કરવામાં આવે તો તરત જ ભાગ્યોદય થાય છે.

ભગવાન ગણેશને ધરો ખૂબ જ પસંદ છે. જો દર બુધવારે જો ગણેશની પૂજા કરવામાં આવે અને જો પાંચ, નવ કે એકવીસ ધરો ચડાવવામાં આવે તો બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જો ધરો ગણેશ ભગવાનના માથા પર ચડાવવામાં આવશે તો આનાથી ગણેશ પ્રસન્ન થાય છે .

હનુમાનની જેમ ગણેશને પણ સિંદુર ખૂબ જ પ્રિય છે. સિંદુર ઉર્જાનું પ્રતિક છે અને ગણેશજી પણ ઉર્જા, બુદ્ધિ અને રિદ્ધિ, સિદ્ધિના દાતા છે. માટે જ ભગવાન ગણેશને સિંદુર ચડાવો અને એ જ સિંદુરનું પોતે પણ તિલક કરો. આમ કરવાથી જીવનમાં આવતી બધી જ અડચણો દૂર થશે અને જલ્દી જ ભાગ્યોદય થશે.
ભગવાન ગણેશને ચોખા પણ ચડાવવામાં આવે છે. ચોખા એકદમ સાફ કરેલ, આખાને પવિત્ર હોવા જોઈએ. સિંદુરમાં ભેળવેલા ચોખા પણ ગણેશને અતિ પ્રિય છે.

આ ઉપરાંત એમને મોદક પણ ખૂબ જ પ્રસન્ન છે. એટ્લે જ એમને મોદકનો ભોગ ચડે છે. કહેવાય છે કે આનાથી વ્યક્તિનું અકાલ મૃત્યુ ટળે છે. અને જીવનમાં સફળતા મળે છે.
ગણેશ પૂજામાં આટલી વાતનુ ધ્યાન રાખો –
પૂજા તેમજ ધાર્મિક કામોમાં તુલસીનું વિધાન હોય છે. પૂજા ઉપરાંત ભગવાનને ભોગ ચડાવવામાં પણ જો તુલસીનો ઉપયોગ કરવામાં ન આવે તો ભગવાન સુધી એ ભોગ પણ પહોંચી શકતો નથી. તુલસી દરિદ્રતા તેમજ પાપોનો નાશ કરે છે. પરંતુ ઘણા ઓછા લોકોને એ ખ્યાલ હશે કે, ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં નથી આવતો.

એક પૌરાણિક કથા અનુસાર ગણેશને તુલસીએ શ્રાપ આપ્યો હતો કે, ગણેશના બે વિવાહ થશે. ત્યારે ગણેશે પણ તુલસીને શ્રાપ આપેલ કે તારું સંતાન અસુર બનશે. ત્યારબાદ, તુલસીએ ભગવાન ગણેશની માફી માંગી, ત્યારે ગણેશે વરદાન આપ્યું કે કળિયુગમાં તું પવિત્ર છોડ તરીકે તારી પૂજા થશે. કોઈપણ પૂજા તારા વગર સંપૂર્ણ નહી થાય. પરંતુ મારી કોઈપણ પૂજામાં તારો સમાવેશ નહી થઈ શકે, આ કારણે જ તુલસીને ગણેશ પૂજામાં વર્જિત માનવામાં આવે છે.