ધાર્મિક-દુનિયા

આ લોકોને મળશે બાપાના વિશેષ આશિર્વાદ: ગણેશ ચતુર્થી પર 59 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત

આ લોકોને મળશે બાપાના વિશેષ આશિર્વાદ

10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. શુક્રવાર 10 સપ્ટેમ્બર ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છે અને આ તારીખે સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશોત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી(ચોથ) તિથીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી તિથિ પર ગણેશ વિસર્જન સુધી ચાલુ રહે છે. પંચાંગની ગણતરી મુજબ આ વખતે ગણેશ ચતુર્થીની તિથિ ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે.

ગણેશ ચતુર્થી 2021 પર ગ્રહોનો શુભ સંયોગ : ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારની પૂજા, વિધિ કે તહેવારમાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને જ્ઞાન, બુદ્ધિ, મંગલકારી, વિઘ્ન વિનાશક, સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનાર દેવતા માનવામાં આવે છે. આ વખતે ગણેશોત્સવ પર વિશેષ શુભ યોગ બનાવા જઈ રહ્યો છે. જેના કારણે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ રહેશે.

શુક્રવાર 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે બુદ્ધિ અને વાણીનો ગ્રહ બુધ અને સાહસ અને પરાક્રમના કારક માનવામાં આવતા મંગળ ગ્રહની કન્યા રાશિમાં યૂતિ થશે. આ સિવાય શુક્ર અને ચંદ્રમાની તુલા રાશિમાં યૂતિ થશે. જ્યોતિષશાસ્ત્રમાં, શુક્ર અને ચંદ્રને મહિલા પ્રધાન ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ બે ગ્રહોના સંયોગને કારણે મહિલાઓ માટે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભકારી રહેશે.

આ ઉપરાંત ગણેશ ચતુર્થીની તારીખે બીજો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય પોતાની રાશિ એટલે કે સિંહમાં, બુધ પણ પોતાની રાશિ કન્યામાં, શનિની પોતાની રાશિ મકરમાં ગોચર કરવું અને શુક્રનું પોતાની રાશિ તુલામાં રહેવુ. આ ચાર ગ્રહોનું પોતાની રાશિમાં એક સાથે રહેવુ વિશેષ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય બે મોટા ગ્રહો શનિ અને ગુરુનું એકસાથે વક્રી થવું પણ શુભ સંયોગની નિશાની છે.

જ્યોતિષીઓના મતે આવો સંયોગ લગભગ 59 વર્ષ પહેલા પણ બન્યો હતો, જ્યારે ગણેશ ચતુર્થીની તિથિએ ચિત્રા નક્ષત્ર સાથે ચાર ગ્રહો પોતાની રાશિમાં હતા અને ચંદ્ર અને શુક્ર તુલા રાશિમાં બેઠા હતા. આવા શુભ યોગમાં ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ ફળ આપનાર રહેશે.

ગણેશ ચતુર્થી 2021ના શુભ મુહૂર્ત : ગણેશ પૂજા માટે મધ્યાહન મુહૂર્ત- બપોરે 11:02 થી 01.32 સુધી.. સમયગાળો: 2 કલાક 29 મિનિટ.