મનોરંજન

ગણેશ આચાર્યએ ઘટાડ્યું 98 કિલો વજન તો કપિલ શર્માએ કહ્યું કે, 2 માણસોને ગાયબ કરી દીધા

આજના જમાના પ્રમાણે લોકો જંક ફૂડનું વધુ સેવન કરતા હોય છે. જંક ફૂડના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. જેના કારણે તેના વજનમાં વધારો થાય છે. વજન ઉતારવા માટે લોકો નિતનવા ઉપાય કરતા હોય છે. જેમાં કસરત કરવી અને ખાવામાં પરેજી પાડવી પડે છે. બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર,અભિનેતા અને દિગ્દર્શક ગણેશ આચાર્યએ ફેટમાંથી ફિટ થઇ ગયા છે. ગણેશ આચાર્યએ 98 કિલો વજન ઘટાડયું છે.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

ગણેશ આચાર્યા પહેલા ઘણા જાડા હતા. તેનું વજન 200 કિલો હતું. આટલું વજન હોવા છતાં ગણેશ આચાર્યા આસાનીથી ડાન્સ કોરિયોગ્રાફ કરતા હતા. પરંતુ હવે તનતોડ મહેનત અને લગનથી તેને 98 કિલો વજન ઘટાડયું છે.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

હાલમાં જ ગણેશ ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. અહીં કપિલે જયારે ગણેશ આચાર્યાને પૂછ્યું હતું કે, તમે કેટલું વજન ઘટાડ્યું છે. આ સવાલના જવાબમાં તેને કહ્યું હતું કે, 98 કિલો. આ પર કપિલ મજાક કરતા કહે છે કે, નાના-નાના શહેરમાં 46-46 કિલોના માણસો હોય છે. 2 માણસો ગાયબ કરી દીધા તમે.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

જણાવી દઈએ કે, ગણેશની સાથે-સાથે ગીતા કપૂર અને ટેરેંસ લુઈસ પણ કલીપ શર્મા શોમાં પહોંચ્યા હતા. ગણેશ આચાર્યએ તેની વેઇટ લોસ જર્ની વિષે જણાવ્યું હતું કે, તેના માટે આટલું વજન ઘટાડ્યું બહુ જ મુશ્કેલ હતું. હું મારા બોડી પર છેલ્લા દોઢ વર્ષથી કામ કરી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

ગણેશે 2017માં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 2015માં આવેલી ફિલ્મ હે બ્રો માટે મારે 30થી 40 કિલો વજન વધારવું પડયું હતું. તે સમયે મારુ વજન 200 કિલો સુધી પહોંચી ગયું હતું. હવે હું વજન ઘટાડી રહ્યો છું. વજન ઘટાડયા બાદ ગણેશ તેના નવો અવતાર જોઈને ઘણા ખુશ છે. તે વર્કઆઉટ અને કસરત કરતા રહે છે.

ગણેશને ‘ટોઈલેટ: એક પ્રેમકથા’ ફિલ્મના ‘ગોરી તૂ લઠ માર’ ગીત માટે 2018 માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.