ખબર

ગાંધીનગર રેલવે સ્ટેશનના પાટા પર બનશે 10 માળની ફાઈવ સ્ટાર હોટેલ, જાણો શું છે સુવિધા

ગ્રીન સીટી ગાંધીનગરને આલીશાન રેલવે સ્ટેશન મળવા જઈ રહ્યું છે. ગાંધીનગરમાં એવું સ્ટેશન બન્યું છે જેની ઉપર 5 સ્ટાર હોટેલ પણ બની રહી છે. હોટેલની નીચેથી ટ્રેન દોડશે. આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન જાન્યુઆરી 2021માં કરવામાં આવે તેની શક્યતા છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન એટલે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીંથી મહાત્મા ગાંધી મંદિર અને હેલિપેડ પ્રદર્શની સેન્ટરની નજીક છે. આ રેલવે સ્ટેશન બનાવવાનું કામ જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ પણ બનાવવામાં આવ્યો છે. દેશનું પહેલું રેલવેસ્ટેશન છે જેમાં આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર ત્રણ ટાવર હશે. આ સાથે જ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વોશેબલ એપ્રોન બનાવાશે.

Image source

આ રેલવે સ્ટેશન પાછળ અંદાજે 300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સ્ટેશન 6500 ચોરસમીટરમાં ફેલાયેલું છે. આ રેલવે સ્ટેશન પર એરપોર્ટની જેમ કોઈ ટિકિટ વગર એન્ટ્રી કરી શકશે નહીં. આ વર્લ્ડ ક્લાસ સ્ટેશનની બહાર ઊંચી દિવાલ બનાવવામાં આવશે જેથી કરીને કોઈ એન્ટ્રી ના કરી શકે. આ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સારવાર માટે અલગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.