ગુજરાતના આ નાનકડા શહેરમાં કોરોનાનો બૉમ્બ ફાટ્યો, એકસાથે 9 કેસ ટપોટપ નોંધાયા, જાણો

0

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમ કોરોનાના કેસ ભારતમાં બીજા નંબર ઓર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 388 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. 29 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મૃત્યુ પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. ગુજરાતમાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 7012 કેસ નોંધાયા છે. જેમાંથી 1709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો 425 લોકોના મોત થયા છે.

Image Source

આજે ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધુ નવ કેસો સામે આવ્યા છે. જેમાંથી એક કેસ ગાંધીનગર શહેરમાં નોંધાયો છે, જ્યારે બાકીના 8 કેસો ગાંધીનગર ગ્રામ્યમાં નોંધાયા છે.

Image Source

વિગતવાર વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સેક્ટર 24માં 1 વ્યક્તિ કોરોનાં પોઝિટિવ આવી છે. જ્યારે કુડાસણમાં પીડીપીયુ ચાર રસ્તા પાસે શિવમ કુટીર બંગલોમાં 3 કેસ, રાંદેસણમાં 1 કેસ, કલોલમાં 2 કેસ અને નાના ચિલોડામાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કુલ 97 કેસો નોંધાયા છે.

Image Source

ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 20 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે પાંચ લોકોના કોરોનાથી મોત થયા છે. હવે ગાંધીનગરમાં 72 એક્ટિવ કેસો રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંધીનગરમાં એક જ દિવસમાં 18 અને 14 કેસો સામે આવ્યા હતા. જ્યારે ગુરુવારે વધુ 9 કેસ સામે આવતાં તંત્ર સંપૂર્ણ રીતે કાર્યરત થયું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.