મને માફ કરજો મમ્મી- પપ્પા…ગાંધીનગરમાં MBBSની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી- દરેક માં-બાપ ચેતી જજો આ કિસ્સો વાંચીને નહિ તો….

ગાંધીનગરમાં ડોક્ટરનું ભણતી 20 વર્ષની આસ્થાએ કરી લીધી આત્મહત્યા, કારણ એવું ચોંકાવનારું છે કે દરેક માં-બાપરે જરૂર વાંચવું જોઈએ

ગુજરાતમાંથી હાલમાં થોડા સમયથી વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓને તણાવમાં હાર્ટ એટેક આવવાની ઘટના પ્રકાશમાં આવી હતી, તે કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થવાના ડરને કારણે અથવા તો પેપર અપેક્ષા મુજબ ન જવાને કારણે જીવનનું અંતિમ પગલુ ભર્યુ હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે હાલ ગાંધીનગરમાંથી એક વિદ્યાર્થીનીના આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીનીએ હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 20 વર્ષીય આસ્થા પંચાસર મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેની બીજા વર્ષની આજે રિપીટરની પરીક્ષા હતી. તે હોસ્ટેલમાં રૂમ નંબર 902માં રહેતી હતી. તેણે આજે સવારના સમયે હોસ્ટેલના ધાબા પરથી કૂદી આપઘાત કરી લીધો હતો. ઘટનાનીની જાણ થતાં જ વિદ્યાર્થીઓ અને બીજા અન્ય લોકો દોડી આવ્યા હતા.

પોલિસને જાણ થતા જ સેક્ટર-7 પોલીસ મથકના પીએસઆઈ પણ સ્ટાફના માણસો સાથે સ્થળ પર તાત્કાલિક દોડી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યુ કે, આસ્થાના માતા-પિતા યુએઅમાં રહે છે અને ગાંધીનગર સેક્ટર 5બીમાં તેના દાદા અને કાકા-કાકી રહે છે. તેણે NRI ક્વોટામાં એડમિશન લીધું હતું. ઉલ્લેખનીય છે કે, મૃતકના રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યુ છે કે મમ્મી-પપ્પા સોરી ભણવાના લીધે હું આ પગલું ભરું છું. હું જાઉં છું.

હાલ તો આ મામલે મૃતક સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે હાલમાં બીજા વર્ષમાં આવેલ એટી કેટીની પરીક્ષા આપી રહી છે. ગઇકાલના રોજ પણ તેનું પેપર સારુ ગયુ ન હતુ અને આજે પણ તેની રીપીટરની પરીક્ષા હતી. તેણે તેના સાથે ફોન દ્વારા વાતચીત પણ કરી હતી અને ત્યારે તે રડવા પણ લાગી હતી. તેના દાદાએ તેને સાંત્વના પણ આપી હતી. જયારે તેના કાકાએ પણ ફોન કરીને જમવાનું આપી જવાની વાત કરતાં આસ્થાએ કેન્ટીનમાં જમી લઈશ એમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હાલ તો વધુ પૂછપરછ બાદ જ આ ઘટનાની હકિકત જાણવા મળશે. આસ્થાનો હાલમાં જ 14 એપ્રિલના રોજ જન્મદિવસ હતો. સવારે આઠ વાગ્યાના અરસામાં નવમા માળના ધાબા પરથી પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો. તે રૂમમાં એકલી જ રહેતી હતી એટલે અન્ય સ્ટુડન્ટ્સને આસ્થાના મગજમાં ચાલતી ગડમથલની શંકા પણ પડી ન હતી.

Shah Jina