ગાંધીનગર પેથાપુરમાં યુવાને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતી યુવતી સાથે એવું ખરાબ કામ કર્યું કે પોલીસ મથકનાં ચોપડે નોંધાયો કેસ

સુરતમાં ગ્રીષ્માના હત્યારાને હજુ ફાંસી નથી મળી ત્યાં ગાંધીનગરમાં પેથાપુરમાં યુવકે યુવતી સાથે બહુ ખરાબ કર્યું, જાણો વિગત

સુરત ગ્રીષ્મા હત્યાકાંડનો મામલો હજી તો સમ્યો નથી ત્યાં ગ્રીન સીટી ગાંધીનગરમાંથી એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના પેથાપુરમાં રહેતી યુવતિને શાળામાં અભ્યાસ કરતા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ હતી. એકતરફી પ્રેમમાં પાગલ થઈને યુવાને યુવતીના મંગેતરને મારી નાખવાની ધમકીઓ આપી હતી જેના પછી સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચી હતી અને મામલો દર્જ કરાવવામાં આવ્યો હતો.

મળેલી જાણકારીના આધારે પેથાપુરમાં રહેતી યુવતી ટ્યુશન ક્લાસમાં જતી હતી એ સમયે તે એક યુવાનના સંપર્કમાં આવી હતી અને થોડા જ સમયમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા પણ થઇ ગઈ હતી. જો કે આ યુવાન હોવાથી પરિવારને બંનેની મિત્રતા મંજુર ન હતી અને એવામાં યુવતીની સગાઈ અમદાવાના યુવક સાથે પરિવારે કરાવી નાખી હતી, જેથી રોષે ભરાયેલા યુવાને યુવતી અને તેના મંગેતરને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

પ્રેમમાં પાગલ થયેલા આ યુવાને યુવતિને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને કહ્યું કે જો તું મારી ન થઇ તો બીજા કોઈની પણ થવા નહિ દઉં. યુવાને અમદાવાદમાં જઈને તેના મંગેતરને પોતાના સંબંધના ફોટા બતાવવાની ધમકી પણ આપી હતી. અને તેના મંગેતરને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેના પછી યુવતીની સગાઈ પણ તૂટી ગઈ હતી. અને તેના મંગેતરને પણ મારી નાખવાની ધમકીઓ આપી હતી. અંતે યુવતીએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Krishna Patel