ખબર

આ જિલ્લામાં ટપોટપ 14 કેસ પોઝિટિવ નોંધાયા, હવે આ જગ્યાએ દવા દૂધ સિવાય કઈ નહિ મળે- જલ્દી વાંચો

રાજ્યમાં કોરોનાએ કહેર કર્યો છે. રાજ્યમાં કોરોનના કેસની સંખ્યા 7 હજારથી વધુ છે. તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પોઝિટિવ કેસોના મામલે ગાંધીનગર ચોથા ક્રમે આવે છે.

Image source

ગાંધીનગર શહેર બાદ હવે કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કર્યો છે. અમદાવાદના કનેક્શનને કારણે ગાંધીનગર અસલામત બની ગયુ છે. શુક્રવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા બાદ પોઝિટિવ કેસનો આંક શતક નજીક પહોંચ્યો છે. ત્યારે આજે ફરી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણના બોમ્બ ફૂટ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ નોંધાતા હાહાકાર મચ્યો હતો.

Image source

આજે સાંજથી કલોલમાં સંપૂર્ણ લ઼ૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. સાંજે 6 વાગ્યાથી કલોલ સંપુર્ણ બંધ થઈ જશે. કલોલમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થતા દૂધ, દવા, હોસ્પિટલ જ ચાલુ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.

Image source

કોરોનાનો વ્યાપ અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગરમાં હવે સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી કરાયો છે. જ્યારે વાવોલ અને કુડાસણ ગ્રામપંચાયત દ્વારા દવા અને દુધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ કરવા આદેશ કર્યો છે. આ બંને પંચાયત વિસ્તારમાં આગામી 17 મે સુધી તમામ ધંધા-વ્યાપાર બંધ કરવાના આદેશો જારી કરાયા છે.

કોવીડ 19 એ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એવામાં ગુજરાત રાજ્યમાં ગઈકાલે કુલ 390 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. 13 લોકોનાં મોતનું પ્રાથમિક કારણ કોરોના છે.તો 11 લોકોને અન્ય બીમારીઓ હતી. આપણા રાજ્યમાં કોવીડ 19 ને કારણે એક દિવસમાં 24 લોકોનાં મોત નિપજ્યા હતા. 163 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા. આમ ગુજરાતમાં કુલ 1872 લોકોએ કોરોના સામેની જંગ જીત્યા છે. ગઈકાલે કોવીડ 19 ના નવા 390 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 269, વડોદરા-સુરતમાં 25, ગાંધીનગરમાં 9, બનાસકાંઠામાં 8, બોટાદમાં 3, ખેડા-જામનગર-સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 20 અને ભાવનગર-આણંદ-ગીર સોમનાથ- મહીસાગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આજની અપડેટ

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં શુક્રવારે કોવીડ ના નવા 390 કેસ પોઝિટિવ કેસ નોંધાયો હતા. આ સાથે જ ગુજરાતમાં કોવીડના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં 269 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં પરિસ્થિતિ ભલે ભયજનક હોય, પણ રાહતના એક સમાચાર એવા છે કે અમદાવાદમા કેસના આંકડામાં ઘટાડો પણ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસના આંકડા પર નજર કરીએ તો આંકડામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે શુક્રવાર – 269 કેસ, ગુરુવાર – 275 કેસ, બુધવાર – 291 કેસ, મંગળવાર – 336 કેસ નોંધાયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.