ખબર

ગુજરાતના આ 2 જિલ્લા કોરોના સામેની જંગ જીત્યા, એક પણ પોઝિટિવ દર્દી નથી

ગુજરાતમાં સવારના 9 વાગ્યા પછી કોવીડ૧૯ ના 112 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના મોત થયા છે અને 8 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ આજે ગુજરાતમાં કોવીડ ૧૯ ના 2178 દર્દી થયા છે. જેમાંથી 139 સાજા થયા છે અને 90ના મોત થયા છે. જ્યારે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 127 કેસ નોંધાયા હતા અને 6ના મોત થયા. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના સૌથી વધુ 19 દર્દીના મોત થયા છે.

સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે સવારના 9 વાગ્યા બાદ રાજ્યમાં 112 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 80, સુરતમાં 9, વડોદરામાં 6, અરવલ્લીમાં 4, બનાસકાંઠામાં 5, ભરૂચ બોટાદમાં 2, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડમાં એક એક કેસ સામે આવ્યો છે. જ્યારે આજે 13ના મોત થયા છે અને 8 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ટોટલ સંખ્યા 2178 દર્દીમાંથી 90ના મોત થયા છે.

કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને રોજ હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. ગુજરાતમાં એકબાજુ કોવીડ ૧૯ નાં કેસોમાં રોજ ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોના બોમ્બ ફાટ્યો હોય તેવો માહોલ છે. આ બધા વચ્ચે એક રાહતનાં સમાચાર છે. આજના રાહતના સમાચાર એ છે કે ગુજરાતનું કેપિટલ ગાંધીનગર હવે કોરોનામુક્ત સીટી બની ગયું છે.

ગાંધીનગરમાં હવે એકપણ કોરોનાનો દર્દી નથી. ગુજરાતના કેપિટલમાં સૌ પ્રથમ દર્દી ઉમંગ પટેલ પણ આજે 30 દિવસની સારવાર બાદ સાજા થઈ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી ગાંધીનગર શહેરમાં એકમાત્ર ઉમંગ પટેલના પરિવારના 11 લોકો કોરોના ના ભોગ બન્યા હતા. આ કેસમાં ઉમંગનાં દાદાનું અવસાન થયું હતું જ્યારે બાકીના સભ્યો એક પછી એક સાજા થઈ ગયા હતા. ઉમંગનો ચેપ તેના પત્ની, દાદી, પિતાને લાગ્યો હતો. પરિવારનો આ ચેપ આગળ વધી ઉમંગના ફૂવા, ફોઈ, ફૂવાના માતા, પુત્ર અને ઉમંગના દાદાને લાગ્યો હતો.


ટોટલ જોઈએ તો આ વ્યક્તિને લીધે પરિવારનાં કુલ 11 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. જેઓની સારવાર અમદાવાદ અને ગાંધીનગર સિવિલ ચાલી રહી હતી.

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાંથી પણ સારા સમાચાર મળી રહ્યાં છે. કેપિટલ ગાંધીનગરની જેમ ગીર સોમનાથ પણ કોરોના મુક્ત થયું છે. હાલ ગીર સોમનાથમાં કોરોનાનો એક પણ કેસ નથી. જિલ્લામાં કોરોનાના 2 દર્દીઓના રિપોર્ટ આજે નેગેટિવ આવતા સમગ્ર જિલ્લામાં હાલ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. અહીં 23 દિવસની સારવાર બાદ બે લોકોને રજા આપી દેવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં વધુ 127 કેસ નોંધતા ગુજરાતમાં આંકડો 2066 પર પહોંચી ગયો છે. 2066 કેસ પૈકી અમદાવાદમાં 1298 દર્દી થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 43એ પહોંચ્યો છે.

Image Source

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ મોખરે છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં મોટું નિવેદન આપ્યું હતું.

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ કોરોનને લઈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ જે રીતે કોરોના વાયરસના દર્દીઓ નો વધારો ચિંતાનો વિષય છે, આમ છતાં મે મહિનામાં કોરોના પર કાબૂ મેળવી શકાશે. કોરોના વાયરસ સામે લડવા માટે આપણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ તૈયારી કરી લીધી હતી. 24 જાન્યુઆરીનાં રોજ ડોકટર્સને સૌથી મોટી ટ્રેનિંગ આપવામાં આવી હતી. 8 માર્ચ સુધીમાં સ્થિતીની ગંભીરતાથી સમજાઈ જતા અન્ય દેશને જોઈને તૈયારીઓ કરવામાં આવી હતી.

Image source

તો બીજી તરફ આ સિવાય ગુજરાતમાં કોરોના દર્દીઓમાં પ્લાઝમાં ટ્રાન્સમિશન માટે મંજૂરી માંગવામાં આવી હતી. તેને મંજૂરી મળી ગઈ છે અને કોરોનાના પ્રથમ દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે હવે તેનું પરિણામ શું આવે છે તે આવનાર સમય બતાવશે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર અમદાવાદની SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500થી વધારી 1000 કરી છે. SVPમાં 500 બેડની વ્યવસ્થા કરાઈ છે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. SVPમાં ટેસ્ટિંગની ક્ષમતા 1000 કરવામાં આવી છે.

Image source

જો માહિતી આપવામાં હોય તો અમદાવાદમાં 2 પ્લાઝમા ડોનર તૈયાર થયા છે. હવે બસ મંજૂરી મળતા જ તાત્કાલિક પ્રયોગ કરવામાં આવશે.