ગાંધીનગરમાં 30 હજાર ખેલૈયાઓએ હાથમાં દીવડાં લઇ ગાંધીજીની છબી બનાવી, જુઓ અદભુત વિડિઓ

0

નવરાત્રીનો માહોલ આખા ગુજરાતમાં છવાયેલો છે, ઠેરઠેર ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. નવરાત્રીને પૂર્ણ થવામાં હવે જયારે બે દિવસનો સમય જ બાકી રહ્યો છે ત્યાં આઠમના દિવસે ગાંધીનગર કલ્ચરલ ફોરમ યોજાયેલા ગરબાની મહાઆરતીમાં એક અદભુત નજારો સામે આવ્યો.

Image Source

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો દિવા પ્રગટાવી આરતી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ આઠમના પર્વ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. આ મહાઆરતીમાં ગાંધી બાપુની 150 મી જન્મ જયંતિ નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દીવડાઓથી બાપુની પ્રતિકૃતિ બનાવવામાં આવી જેની તસવીરો અને વિડિઓ ડ્રોન દ્વારા લેવામાં આવ્યા તેની ઝલક જોવા મળી.

Image Source

ખાસ વાત એ છે કે કલ્ચરલ ફોરમમાં હજારો લોકો ગરબા રમવા માટે આવે છે, અને બાપુની પ્રતિકૃતિ બનાવવામાં એમનું પણ એટલું જ યોગદાન રહ્યું. 30 હજાર જેટલા ખેલૈયાઓએ પોતાના હાથમાં દિવા પકડીને બાપુની પ્રતિકૃતિ બનાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

નીચે જુઓ વિડિઓ :


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here