ખબર

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની છત ઉપરથી કૂદીને મહિલા તબીબે કર્યો આપઘાત, કારણ જાણીને હોશ ઉડી જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોમાં પણ આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા વિધાર્થીઓ અને વિધાર્થીની પરીક્ષામાં નિષ્ફ્ળતા મળવાની બીકે પણ આપઘાત કરી લેતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.

ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગરમાંથી. જ્યાં એક મહિલા તબીબે સિવિલ હોસ્પિટલની છત ઉપરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી આસ્થા પંચાસરાએ આજે વહેલી સવારે હોસ્ટેલની અગાસી ઉપરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જેના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.

આસ્થાએ NRI સ્ટુડન્ટ તરીકે એડમિશન લીધું હતું, તેના આપઘાત પાછળ પેપટ ખરાબ ગયું હોવાની વાત ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સેક્ટર -7 પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેના બાદ મૃતક વિધાર્થીનીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. ઘટના સ્થળેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેને કબ્જે કરીને આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આસ્થાએ NIR સ્ટુડન્ટ તરીકે એડમિશન લીધું હોય તે સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરતી હતી. ગાંધીનગરમાં જ તેના ગાર્ડિયન તરીકે તેના દાદા-દાદી અને કાકા-કાકી પણ રહેતા તે પણ અવાર નવાર તેને મળવા માટે આવતા હતા. ત્યારે આસ્થાના મોતના સમાચાર સાંભળીને તે પણ દોડી આવ્યા હતા અને તેમના માથે પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.