ખબર

આજની સૌથી મોટી ખુશખબરી: ગુજરાતનું આ શહેર થયું કોરોનામુક્ત- જાણો વિગત

કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને રોજ હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. ગુજરાતમાં એકબાજુ કોવીડ ૧૯ નાં કેસોમાં રોજ ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોના બોમ્બ ફાટ્યો હોય તેવો માહોલ છે. આ બધા વચ્ચે એક રાહતનાં સમાચાર છે. આજના રાહતના સમાચાર એ છે કે ગુજરાતનું કેપિટલ ગાંધીનગર હવે કોરોનામુક્ત સીટી બની ગયું છે.

ગાંધીનગરમાં હવે એકપણ કોરોનાનો દર્દી નથી. ગુજરાતના કેપિટલમાં સૌ પ્રથમ દર્દી ઉમંગ પટેલ પણ આજે 30 દિવસની સારવાર બાદ સાજા થઈ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી ગાંધીનગર શહેરમાં એકમાત્ર ઉમંગ પટેલના પરિવારના 11 લોકો કોરોના ના ભોગ બન્યા હતા. આ કેસમાં ઉમંગનાં દાદાનું અવસાન થયું હતું જ્યારે બાકીના સભ્યો એક પછી એક સાજા થઈ ગયા હતા. ઉમંગનો ચેપ તેના પત્ની, દાદી, પિતાને લાગ્યો હતો. પરિવારનો આ ચેપ આગળ વધી ઉમંગના ફૂવા, ફોઈ, ફૂવાના માતા, પુત્ર અને ઉમંગના દાદાને લાગ્યો હતો.


ટોટલ જોઈએ તો આ વ્યક્તિને લીધે પરિવારનાં કુલ 11 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. જેઓની સારવાર અમદાવાદ અને ગાંધીનગર સિવિલ ચાલી રહી હતી.