કેનેડામાં રહેતો રવિ રજાઓમાં ગાંધીનગર આવ્યો, પાંચ દોસ્તોનું એવું ભયાનક એક્સીડંટ થયું કે પરિવાર આખો રડી રડીને અડધો થઇ ગયો, જુઓ તસવીરો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ત્યારે ગત રોજ ગાંધીનગરમાંથી પણ એક એવો જ અકસ્માત સામે આવ્યો છે. જેમાં સવારે કારની અંદર વૉક કરવા માટે નીકળેલા 5 મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક મિત્રનું મોત નીપજ્યું જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તે સારવાર હેઠળ છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માણસાના બિલોદરાના વતની અને હાલ પોતાના માસીના ઘરે પેથાપુરમાં રહેતા અને બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો કૃણાલ ઇન્દ્રસિંહ વાઘેલા તેના ચાર મિત્રો સાથે મળીને શનિવારની સાંજે નક્કી કર્યું કે રવિવારે સવારે વહેલા દોડવા જવાનું છે. જેના બાદ પાંચેય મિત્રો છુટા પડ્યા અને બીજા દિવસે રવિવારે સવારે 4.45ની આસપાસ પાંચેય મિત્રો ભેગા થયા.
જેના બાદ એક મિત્રની આઈ 20 કારમાં પાંચેય મિત્રો ગાંધીનગર જવા માટે નીકળ્યા. કાર સૈયમ દેસાઈ નામનો મિત્ર ચલાવી રહ્યો હતો. જયારે કૃણાલ, જીલ અને તીર્થ પાછળની સીટ પર બેઠા હતા અને સંગ્રામ ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠો હતો. આ સમયે જ કાર સેક્ટર 28/29 બસ સ્ટેન્ડ નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના બાદ સૈયમે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર રેલિંગ તોડીને જાળી સાથે અથડાઈ હતી.
અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ દરમિયાન સંગ્રામને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ મામલે કૃણાલની ફરિયાદના આધારે સેક્ટર 21 પોલીસ દ્વારા ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.