17 વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવી દેહ ચૂંથતો રહ્યો યુવાન, કુમળી વયે બાળક જન્મતા ભાંડો ફૂટ્યો

કુમળીવયના પ્રેમમાં બાળકી જન્મી:ગાંધીનગરમાં સગીરાને પ્રેમના પાઠ ભણાવી પાડોશી યુવાન દેહ ચૂંથતો રહ્યો, સગીરાએ અધૂરા મહિને બાળકીને જન્મ આપતાં યુવાનનો ભાંડો ફૂટ્યો

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં સગીરાઓ પણ નરાધમોની હવસનો શિકાર બનતી હોય છે. ત્યારે હાલમાં ગાંધીનગરમાં કુમળી વયે પ્રેમ સંબંધનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. પાડોશી યુવક સાથે પ્રેમ થયા બાદ શરીર સંબંધ બંધાતા 17 વર્ષિય સગીરાએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો અને પછી ભાંડો ફૂટ્યો. ત્યારે આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો અને યુવકની ધરપકડ કરવામાં આવી.

20 વર્ષિય નરાધમ યુવકે પાડોશીનાં ઘરે રમવા જતી સગીરાને પ્રેમના પાઠ ભણાવી ગર્ભવતી બનાવી દીધી. જો કે, પરિવારને તો આ વાતની ત્યારે જાણ થઇ જ્યારે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડ્યો. આ પછી યુવાનની કરતૂતનો ભાંડો ફૂટ્યો. સગીરાને લેબર પેઈનના કારણે અસહ્ય દુઃખાવો થયા બાદ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો હતો. જેનું ગણતરીનાં કલાકોમાં મોત નિપજ્યુ. પ્રાપ્ત જાણકારી મુજબ, પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારના એક ગામમાં બે પરિવારો વચ્ચે એક જ જ્ઞાતિનાં અને એક જ સમાજના હોવાથી પારિવારિક સંબંધો હતા.​​​​​​

આને કારણે ચાર-પાંચ વર્ષથી સગીરા પાડોશમાં રમવા માટે આવતી જતી રહેતી હતી. હાલ સગીરાની ઉંમર 17 વર્ષને એક મહિનો છે. જો કે, પાડોશી યુવકે સગીરાને પ્રેમના પાઠ શીખવી તેની સાથે શારીરિક અડપલાં કરતો. પરંતુ દસેક મહિના પહેલા એકલતાનો લાભ ઉઠાવી યુવકે સગીરા સાથે શરીર સંબંધો બાંધ્યા અને આ પછી એકલતાનો આ સિલસિલો યથાવત થઈ ગયો. જો કે, સગીરાએ માસિક ધર્મની વાત છુપાવી રાખી હોવાને કારણે માતાને કંઇ ખબર નહોતી પડી.

જોકે, અચાનક સગીરાને પેટમાં દુખાવો શરૂ થતા માતા પિતા સરકારી હોસ્પિટલ લઇ દોડી ગયા અને ત્યાં તબીબે લેબર પેઇન હોવાનું નિદાન કર્યું અને સગીરાએ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો. જો કે, સગીરાની પૂછપરછ પરિવારે કરતાં પાડોશી યુવાનની કરતૂતનો ભાંડો ફૂટ્યો. જો કે પાડોશી યુવકે સગીરાને તરછોડી દીધી હોવાનું સામે આવતા આ મામલે પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી.

Shah Jina