ખબર

અમિતાભ બચ્ચને કહ્યું: હું કોઈ જાતિ ધર્મમાં નથી માનતો…કારણ જાણીને તમારા વિચારો ડગમગી જશે

અત્યારે કોન બનેગા કરોડપતિની સીઝન દેશમાં બધાને ઉત્સાહિત કરી રહી છે. તો બીજી તરફ જાતિ ધર્મના નામ ઉપર ઘણા લોકો રાજનીતિ કરી રહ્યા છે. પોતાના જ ધર્મની અંદર ભાગલા પાડી અને અંદરોઅંદર લડી રહ્યાં છે. આવા સમય કે.બી.સી. ના સેટ ઉપરથી ગાંધી જ્યંતી નિમિત્તે અમિતાભ બચ્ચને જે વાત કહી તેનાથી આખો દેશ આશ્ચર્યમાં છે.

Image Source

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમ્મતે યોજાયેલા કર્મવીર એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે ગાંધીજીને અનુસરતા ડૉ. બિંદેશ્વર પાઠક અને બે વર્ષથી દેશને સ્વચ્છતા તરફ આગળ લઈ જતા ઈંદોર નગર નિગમના કમિશ્નર આશિષ સિંહ સાથે હતા. જેમાં કેટલીક વાતોના અનુસંધાનમાં અમિતાભ બચ્ચને પોતાની અટક “બચ્ચન” અને પોતાના ધર્મ વિષે જણાવ્યું હતું.

Image Source

અમિતાભ બચ્ચનને આજે દુનિયા બચ્ચન અટકથી ઓળખે છે ત્યારે આ વાતનો ખુલાસો કરતા અમિતાભે કહ્યું કે “અમારી મૂળ અટક શ્રીવાસ્તવ છે. પરંતુ બચ્ચન અટક કોઈ જાતિ ધર્મ સાથે ન જોડાયેલી હોવાના કારણે મેં એનો સ્વીકાર કર્યો. મારા પિતાજી પણ કોઈ જાતિ ધર્મમાં માનતા નહોતા. જયારે મારો પ્રવેશ કિન્ડરગાર્ટન કરાવવામાં આવ્યો ત્યારે મારી અટક વિષે પૂછવામાં આવ્યું અને ત્યારે મારા પિતાજીએ પોતાના ઉપનામને જ મારી અટક તરીકે લખાવી. મારા પરિવારમાં હું પહેલો સદસ્ય હતો જેને બચ્ચન અટક સાથે આગળ વધવાનું નક્કી કર્યું અને આ વાતનો મને ગર્વ છે. જયારે જનગણના અધિકારીઓ મારા ઘરે આવે છે ત્યારે હું તેમને કહું છું કે મારો કોઈ ધર્મ નથી. હું એક ભારતીય છું.”

Image Source

કે.બી.સી. ના શુટીંગ દરમિયાન જયારે બિંદેશ્વર પાઠકે કહ્યું કે “શૌચાલય સાફ કરવા વાળાને સન્માન નથી મળતું. આ બાબત ચિંતાજનક છે.” ત્યારે અમિતાભે કહ્યું કે “મારા પિતાજી એમની આસપાસના વ્યક્તિઓનું ખાસ સન્માન કરતા હતા. અમારે ત્યાં હોળી ઉપર પરંપરા છે કે સૌથી મોટા અને સન્માનિત વ્યક્તિના પગમાં રંગ નાખી તહેવારની શરૂઆત કરવામાં આવે છે. મારા પિતાજી એ વ્યક્તિના પગમાં રંગ નાખીને શરૂઆત કરતા હતા જેને ઉત્સવ પહેલા શૌચાલય સાફ કર્યા હોય.”

Image Source

આમ અમિતાભ બચ્ચને કે.બી.સી.ના સેટ ઉપરથી પોતાના જીવન વિશેના કેટલાક મહત્વના પાસ ખોલી આપ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.