ગઈકાલે બપોર પછી રાજકોટ ગેમ્સ ઝોન થયેલા અગ્નિકાંડમાં મૃતદેહની નથી થઈ ઓળખ અને TRP ગેમઝોન અગ્રિકાંડમાં 33ના મોત થયા છે. હજુ પણ ઘણા પરિવારો કે જેમના સ્વજનો ઘરે નથી પહોંચ્યા તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક વ્યક્તિ રાત્રે 4 વાગ્યા સુધી પોતાના ભાઈની કોઈ ભાળ મળે તે માટે રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગના સ્થળ પર પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે રાજકોટ અગ્રિકાંડ પછી ગૃહ રાજ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ નિરીક્ષણ કરી જણાવ્યું છે કે અનેક લોકોએ પોતાના પરિવારજનો ખોયા છે. તેમજ SITની રચના કરવામાં આવી છે. સંપૂર્ણ વિગત લઈ કડકમાં કડક કાર્યવાહી કરાશે. જે લોકો જવાબદાર છે તેમને પકડવામાં આવશે. પ્રાથમિક જવાબદારી કાટમાળ હટાવવાની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની મુલાકાતે આવેલા CM ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ એઈમ્સની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ સારવાર કરી રહેલા ડૉક્ટર્સ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે. AIIMSમાં 16 મૃતદેહ રાખવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભયાનક દુર્ઘટનામાં બેજવાબદારીપૂર્વક ચાલતા વેલ્ડિંગથી આગ ભભૂકી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સાથે જ આ ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર્ટ રેસિંગ માટે 800થી વધુ ટાયર રખાયા હતા. સાથે જ આ ગેમઝોનમાં 1500થી 2 હજાર લીટર ડીઝલ જનરેટર માટે રખાયું હતું. ગો કાર રેસિંગ કાર માટે 1000થી 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં થયેલી આ દુર્ઘટનામાં ગઈકાલ રાતના દર્દનાક દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. તંત્રની સાથોસાથ સેવાભાવી લોકો પણ રાતભર જાગીને સેવા આપી હતી.