ખબર

ગૌતમ ગંભીરે વિરાટ કોહલી ઉપર સાધ્યું નિશાન, આઇપીએલમાંથી બહાર થવા ઉપર કહ્યું: “તેના સિવાય બીજા કોઈને કપ્તાન….”

ગઈકાલે યોજાયેલા રોયલ ચેલેન્જર બંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેના રોમાંચક મુકાબલામાં હૈદરાબાદે બંગલોરને હરાવી દીધું હતું. ફરી એકવાર બેંગલોરનું આઇપીએલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ત્યારે હવે આરસીબીની ટિમ અને વિરાટ કોહલી ઉપર પ્રશ્નોનો વરસાદ થઇ રહ્યો છે.

Image Source

આરસીબીની હાર પછી ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની કપ્તાની અને ટીમ ઉપર ધારદાર હુમલો કર્યો હતો. ગૌતમે કહ્યું કે “ટીમ પ્લે ઓફ સુધી પણ પહોંચવાને લાયક નહોતી.” સાથે તેને એમ પણ કહ્યું કે આરસીબીએ વિરાટ સિવાય બીજા કોઈને કપ્તાન બનાવી દેવો જોઈએ.

Image Source

આરસીબી બાદ ગંભીરે ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાતચીત દરમિયાન ગંભીરને પૂછવામાં આવ્યું કે “શું આરસીબીએ હવે કપ્તાન બદલવાની જરૂર છે ?”  તો તેના જવાબમાં ગૌતમે જણાવ્યું કે: “બિલકુલ, સો ટકા, જો કે સમસ્યા જવાબદારીને લઈને છે. 8 વર્ષ ટ્રોફી વગર. 8 વર્ષ લાંબો સમય હોય છે. તમે કપ્તાન જ નહિ બીજા ખેલાડીને પણ ટ્રોફી વગર નથી રાખતા. આ જવાબદારીની વાત છે.”

Image Source

“હાર માટે જવબદાર કોણ?” આ પ્રશ્નના જવાબમાં ગૌતમે વિરાટનું નામ લીધા વગર જ જણાવ્યું કે: “આ ટીમની તકલીફો અને સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ અને લીડરશીપ છે.” તેને કહ્યું કે: “જ્યાં સુધી હાર માટે લીડરશીપને જવાબદાર ના ગણવામાં આવે તો આવું જ થતું રહેશે. હું સપોર્ટ સ્ટાફ, કોચ, બેટિંગ કોચ અને દરેક કોઈ માટે ખુબ જ દુઃખી છું. દર વર્ષે કોચ બદલાઈ જાય છે. પરંતુ સમસ્યા ક્યાંક બીજે છે.”

Image Source

ગંભીરે આગળ જણાવ્યું કે “તમે ભલે ગમે તેટલો આમનો બચાવ કરી લો મારા હિસાબથી આ ટીમ પ્લેઓફમાં પહોંચવાને લાયક પણ નહોતી. આ ટીમ બેટિંગ અને બોલિંગ બંને મોર્ચામાં નિષ્ફ્ળ રહી છે. જો કે બોલરોએ થોડું સારું કર્યું. જો નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ જેવા બોલર, છેલ્લી બે ઓવર કરે અને તમારે 18-19 રન બચાવવાના હોય અને તે પણ મોટા ઇન્ટરનેશનલ બોલરોની સામે તો મુશ્કેલ છે.”