માથા પર થાળ મૂકીને ખુબ જ સાદગીમાં ગમન ભુવાજી પોતાની પત્ની સાથે પહોંચ્યા સોમનાથ દાદાના દર્શને.. તસવીરોએ જીત્યા ચાહકોના દિલ
ગુજરાતની રુડી ધરતી પર ઘણા બધા ગાયકો અને લોકગાયકો થઇ ગયા. જેમને દેશ અને દુનિયામાં પોતાના નામનો પરચમ લહેરાવ્યો અને આજે પણ તેમના લાઈવ કાર્યક્રમો જ્યાં પણ થાય ત્યાં હજારોની સંખ્યામાં જનમેદની પણ ઉભરાતી હોય છે. આ ગાયકો સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને પોતાના અંગત જીવનની ઝાંખી પણ શેર કરતા રહે છે.
એવા જ એક લોકપ્રિય ગાયક છે ગમન સાંથલ. જેમને લોકો ગમન ભુવાજી તરીકે પણ ઓળખે છે. હાલમાં જ ગમન સાંથલે તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગમન સાંથલની પત્ની પણ તેમની સાથે જોવા મળી રહી છે.
તેમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ગમન ભુવાજી સોમનાથ મંદિરમાં માથે થાળ લઈને ઉભા છે અને તેમની પત્ની બાજુમાં ઉભા છે. અન્ય તસવીરોમાં તે શિવજીની પૂજા પણ કરતા જોઈ શકાય છે. મંદિર પરિસરમાં તે શિવલિંગ પર દૂધ અને જળનો પણ અભિષેક કરી રહ્યા છે.
ગમન સાંથલે તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “હર હર મહાદેવ. ગઈકાલે સોમનાથ મંદિર ખાતે ભગવાન ભોળાનાથના મંદિરમાં પરીવાર સાથે દાદાની ધજા ચઢાવી, પૂજા કરી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા. જય સોમનાથ મહાદેવ.” ત્યારે ચાહકો તેમની આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગમન ભુવાજીએ ગામ સાંથલની પવિત્ર ભૂમિ તથા ધન્ય ધરા ચુવાળા પંથકમાં દિપેશ્વરી માતાજી તથા શ્રી ગોગા મહારાજના નવીન મંદિરમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા બધા ગાયકો, કલાકારો સમેત મોટી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.
ગમન સાંથલે તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે અને પોતાના સંઘર્ષ અને મહેનતથી તેઓ આજે આ મુકામ ઉપર પહોંચ્યા છે, પહેલા તે નાના નાના કાર્યક્રમોમાં કરતા હતા પરંતુ આજે તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને તેમના કાર્યક્રમોને માણે છે. ગમન ભુવાજી આજે ના માત્ર ગુજરાતમાં જ કાર્યક્રમો કરે છે પરંતુ દેશ વિદેશોમાં પણ પોતાના અવાજના જાદુથી ચાહકોને મંત્રમુગ્ધ કરતા હોય છે.