વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને શુક્ર બંને ગ્રહોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. લગભગ 12 વર્ષ બાદ આ બંને ગ્રહોનો સંયોગ મેષ રાશિમાં થયો છે. શુક્રએ 25 એપ્રિલ 2024ના રોજ મેષ રાશિમાં ગોચર કર્યુ. ગુરુ આ રાશિમાં 19 મે સુધી રહેશે. આ કારણે ગજલક્ષ્મી રાજયોગની રચના થઇ છે, જેનો દરેક રાશિને કોઈને કોઈ લાભ મળશે. આવો જાણીએ કઈ રાશિના લોકોને ફાયદો થશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે ગ્રહોનો આ સંયોગ સાનુકૂળ રહેશે. કરિયર અને બિઝનેસમાં ફાયદો થશે. તમને પ્રમોશનનો લાભ મળી શકે છે. પરિવારમાં સમૃદ્ધિ આવશે અને આર્થિક લાભની શક્યતાઓ પણ છે.
સિંહ
સિંહ રાશિના લોકોને ગુરુ અને શુક્રના સંયોગથી વિશેષ લાભ મળી શકે છે. ગજલક્ષ્મી રાજયોગના નિર્માણથી આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. તમને માતા લક્ષ્મીની કૃપા મળી શકે છે.
કર્ક
કર્ક રાશિના જાતકોને ગજલક્ષ્મી રાજયોગથી વિશેષ લાભ થવાની સંભાવના છે. નવી આવકની સંભાવનાઓ રહેશે અને બાકી રહેલા પૈસા પણ પ્રાપ્ત થશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે ગ્રહોનો આ સંયોગ ખૂબ જ શુભ રહેશે. માતા લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને ભાગ્ય તમારા પક્ષે રહેશે. મહેનતથી કરેલા દરેક કામમાં તમને સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)