આ શિયાળામાં ઘરે જ બનાવો ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું, 2 મિનિટમાં જ બની જશે, નોંધી લો રેસિપી

0

શિયાળામાં ગાજર બજારમાં ખૂબ જ મળે છે. ત્યારે આપણે ગાજરનું જ્યુસ, સલાડ કે ગાજરનો હલવો બનાવીને પણ આ ઋતુમાં ખાઈએ છીએ. ઘણીવાર આપણે ગાજરનું અથાણું પણ બનાવીએ છીએ. ગાજરનું અથાણું ખાવાનો સ્વાદ બમણો કરી નાખે છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. તો આજે જોઈએ ગાજરનું અથાણું બનાવવાની રેસિપી –

સામગ્રી

  • ગાજર 200 ગ્રામ
  • લસણની ચટણી 1 ચમચી
  • તેલ 3 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • અથાણાં સંભાર 1 ચમચી

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં લસણની ચટણી એડ કરો અને ગાજર એડ કરી મિક્સ કરી લો તેલ એડ કરો અને મીઠુ એડ કરી બરોબર મિક્સ કરી લો અને પછી અથાણાં સંભાર એડ કરી મિક્સ કરી લો તો તૈયાર છે ગાજરનું ટેસ્ટી ઈન્સ્ટંટ અથાણું.

જો લસણની ચટણી બનાવવા માટે લસણ, લાલ મરચું, મીઠુ એડ કરી, મિક્સ કરી થોડું તેલ મૂકી સેકી લેવાનું, બની જશે

ગાજરનું ટેસ્ટી ઈન્સ્ટંટ અથાણું બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here