રસોઈ

જાણો કઈ રીતે ફક્ત 30 મિનિટમાં જ બને છે ગાજરનો હલવો, શોખીનો માટે સ્પેશિયલ રેસિપી …આજે જ નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી

હાઇ ફે્ન્ડસ,કેમ છો?

તમે બધા શિયાળાની કડકડતી ઠંડીની મજા માણતા હશો. શિયાળો ખાલી ઠંડી માટે નહીં અવનવી વાનગી બનાવીને એનો સ્વાદ માણવા માટે પણ છે. આજે હું એવી જ રેસીપી લઈને આવી છું જે વિન્ટર સ્પેશિયલ રેસીપી છે અને તમે બધા પણ બનાવતા જ હશો. પરંતુ આજની મારી રેસીપીથી તમે બહુ ઓછા ટાઈમમાં એકદમ સ્વાદિષ્ટ બનાવી શકશો.

ટાઈપ- સ્વિટ

પ્રિપેરેશન ટાઈમ– 30 મિનિટ

સામગી્:

  • હલવા માટેના મોટા ગાજર-1 કિલો
  • ફુલ ફેટ દૂધ-1 લિટર
  • ખાંડ-450 ગા્મ
  • ઘી-2 ટેબલ સ્પૂન
  • ઈલાયચી-7-8 નંગ
  • કાજુ,બદામ,દા્ક્ષ-ગાનૅીશીંગ માટે

રીત:

ગાજરને ધોઇને છાલ ઉતારીને નાના ટુકડા કરો.અંદરનો કેસરી ભાગ કાઢીને પીસ કરવા.
સમારેલા ગાજરને કુકરમાં લઇ ગાજર ડુબે એટલુ દૂધ ઉમેરીને 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીને હાઈ ફ્લેમ પર 1 વિસલ થવા દેવી.

દૂધ વધારે નહીં ઉમેરવાનુ નહીં તો ઉભરાઈને બહાર આવશે. 1 વિસલ થઈ જાય એટલે 5 મિનિટ ધીમી આંચ પર રાખીને ગેસ બંધ કરી દેવો. કુકરની વરાડ કાઢવી નહીં જ્યારે ઠરે ત્યારે જ ખોલવુ. ત્યારબાદ બાકીનું દૂધ અને ઘી ઉમેરીને મિડિયમ આંચ પર હલાવો.
જેમ દૂધ ઉકડશે એમ ગાજર મેશ થશે. જરૂર લાગે તો ચમચાથી જ ગાજર મેશ કરવા પોટેટો મેશરથી ના કરવા.
દા્ક્ષ અને ઈલાયચી ઉમેરીને મિડિયમ આંચ પર દૂધ બડી જાય ત્યાં સુધી હલાવવુ જેથી નીચે ચોંટે નહીં.
15-20 મિનિટમાં દૂધ બડી જશે. દૂધ બડી જાય એટલે ખાંડ ઉમેરીને હલાવવુ.
ખાંડ ઉમેરશો એટલે ખાંડનું પાણી છુટશે એ બડી જવા દેવુ અને ઘી છુટુ પડે ત્યાં સુધી ધીમી આંચ પર હલાવવુ, નહી તો નીચે ચોંટશે. ઘી છુટુ પડે એટલે ગેસ બંધ કરીને કાજુ બદામથી ગાનૅીશ કરો.

તો તૈયાર છે ગાજરનો હલવો એ પણ છિણ્યા વગર ઓછા ટાઈમમાં અને ઓછી મહેનતથી એકદમ ટેસ્ટી.

કિવ્ક રિકેપ

કમેવ્ટસમાં જણાવજો રેસીપી કેવી લાગી.

Author: Bhumika Dave GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ