ધાર્મિક-દુનિયા

રસપ્રદ લેખ: ભારતનું તે ચમત્કારી મંદિર, જ્યાં તેલ કે ઘી નહિ પણ પાણીથી પ્રગટે છે દીવડો

ધર્મ અને આસ્થામાં ઘણા એવા ચમત્કારો થાય છે જેનાથી ભગવાન પ્રતિ શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે. એવો જ એક ચમત્કાર એક દેવી મંદિરમાં જોવા મળે છે જ્યા દીવડાને પ્રગટાવવા માટે કોઈ ઘી કે તેલની જરૂર જ નથી પડતી. આ ઘટના આજથી જ નહિ પણ આગળના ઘણા વર્ષોથી ચાલતી આવી છે.

Image Source

મળેલી જાણકારીના આધારે મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં ‘ગડિયાઘાટ વાલી’ માતાજીના નામથી પ્રખ્યાત આ મંદિર કાલીસિંધ નદીના કિનારે આગર-માલવાના નલખેડા ગામથી 15 કિલોમીટરના અંતરે ગાડિયા ગામ પાસે સ્થિત છે.

Image Source

કહેવામાં આવે છે કે આ મંદિરમાં આગળના પાંચ વર્ષોથી એક દીવડો લગાતાર પ્રગટિ રહ્યો છે. જો કે દેશમાં ઘણા એવા અનેક મંદિરો છે, જ્યા લાંબા સમયથી અખંડ જ્યોત કે દીવા પ્રગટે છે, પણ અહીંની કથા એકદમ અલગ છે.

Image Source

મંદિરના પૂજારીનું માનવું છે કે આ મંદિરમાં આ મહાજ્યોતને પ્રગટાવવા માટે ઘી કે તેલની જરૂર નથી પડતી પણ તે પાણીથી પ્રગટે છે. પૂજારીનું કહેવું છે કે અહીં હંમેશા તેલનો દીવો જ પ્રગટતો હતો પણ આગળના પાંચ વર્ષ પહેલા તેને સપનામાં માતાએ દર્શન આપીને કાલીસિંધ નદીના પાણીથી દીવો પ્રગટાવવા માટેનું કહ્યું હતું. માતાજીના આદેશ પર આ પુજારીજીએ તેવું જ કર્યું.

Image Source

સવારે જ્યારે આ પૂજારી મંદિરમાં ગયા અને કાલીસિંધ નદીમાંથી પાણી ભરીને દીવામાં નાખ્યું અને દીવો પ્રગટાવવાની કોશિશ કરી તો તે એકદમ જ્વલિત રૂપે પ્રગટવા લાગ્યો હતો. આવું થવા પર પૂજારી પણ પહેલા તો ચકિત થઇ ગયા હતા અને લગભગ બે મહિના સુધી તેમણે આ વાત વિશેની જાણ કોઈને પણ કરી ન હતી.

Image Source

જો તે તેના પછી પુજારીજીએ આ વાત ગામના લોકોને પણ જણાવી હતી તો તેઓએ પણ પહેલા વિશ્વાસ જ ન કર્યો પણ પોતાની જાતે જ દીવો પ્રગટાવ્યો તો તેઓ પણ માનવા લાગ્યા હતા. આ ચમત્કાર પછી લોકો મોટી સંખ્યામાં આ મંદિરમાં માતાજીના દર્શને આવે છે.

Image Source

પાણીથી પ્રગટ તો આ દીવો વસરદાની ઋતુમાં પ્રગટતો નથી. આ ઋતુમાં કાલીસિંધ નદીનું પાણીનું સ્તર વધી જવાથી મંદિર પાણીમાં ડૂબી જાય છે, જેથી ત્યારે અહીં પૂજા કરવી અશક્ય બની જાય છે. જેના પછી શારદીય નવરાત્રીના પહેલા દિવસે ફરીથી દીવો પ્રગટાવવામાં આવે છે. જે આગળના ચોમાસાની ઋતુ સુધી પ્રગટતો રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે જયારે પણ આ દીવામાં પાણી નાખવામાં આવે છે ત્યારે તે એક ચીકાશયુક્ત તેલ જેવા તરલ પદાર્થમાં બદલાઈ જાય છે અને દીવો પ્રગટી ઉઠે છે.

Author: GujjuRocks Team


તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ