“ગદર 2″ના ટ્રેલર લોન્ચિંગમાં તારા સિંહની આંખોમાંથી વહ્યા આંસુડાં, સકીનાએ પોતાના હાથથી લુછ્યા, જુઓ વીડિયો

“ગદર 2″ની ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં સની દેઓલના સ્ટેજ પર આવતા જ દર્શકો બોલ્યા એવું કે સનીની આંખોમાં આવ્યા આંસુ, જુઓ વીડિયો

Gadar 2 Trailer Launch Event : બોલીવુડની ઘણી ફિલ્મો રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં આવી જતી હોય છે અને ઘણી ફિલ્મોને બોયકોટનો સામનો પણ કરવો પડે છે, ત્યારે કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જેની દર્શકો આતુરાથી રાહ જોતા હોય છે. એવી જ એક ફિલ્મ છે “ગદર 2” છે. જેની દર્શકો કાગડોળે રાહ જોઈને બેઠા છે. ફિલ્મનો પહેલો ભાગ દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ત્યારે હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ પણ કરવામાં આવ્યું.

ભાવુક થયો સની દેઓલ :

“ગદર 2” તારા સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા સની દેઓલ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં ભાવુક થઇ ગયો હતો. તેની આંખમાંથી આંસુ વહી ગયા. વાસ્તવમાં ટ્રેલર લૉન્ચ થયા બાદ સની દેઓલ સ્ટેજ પર આવતાની સાથે જ તેના ચાહકોએ જોર જોરથી ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં સની દેઓલ ભાવુક થઈ ગયો હતો. તેણે તેના ચાહકોનો આભાર માન્યો અને પછી ભારત અને પાકિસ્તાનના લોકો વિશે વાત કરી.

સનીએ કહી આ વાત :

સની દેઓલે કહ્યું, “બંને તરફ (ભારત-પાકિસ્તાન) પ્રેમ છે. આ એક રાજકીય રમત છે જે તમામ નફરત પેદા કરે છે. આ તે છે જે તમે ફિલ્મમાં જોશો કે લોકો નથી ઈચ્છતા કે આપણે એકબીજા સાથે લડીએ. આપણે બધા એક જ માટીના છીએ.” કોઈ ઝઘડો ન હોવો જોઈએ.” સની દેઓલ બાદ અમીષા પટેલ અને ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ પણ ટ્રેલર લોન્ચ પર હાજર લોકો સાથે વાતચીત કરી હતી.

અમીષાએ જુના દિવસો કર્યા યાદ :

જૂના દિવસોને યાદ કરતાં અમીષા પટેલે કહ્યું કે લોકો તેની ફિલ્મ ‘ગદર’ને ‘ગટર’ કહેતા હતા. તેણીએ કહ્યું, “જ્યારે અનિલજી મારી પાસે ‘ગદર’ની વાર્તા લઈને આવ્યા ત્યારે ઘણા લોકો હું નામ આપવા માંગતી નથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા દિગ્ગજોએ મને પૂછ્યું કે હું આ ફિલ્મ શા માટે કરી રહી છું? ‘ગદર’ની રિલીઝ પહેલા તેઓ તેને ગટર તરીકે સંબોધતા હતા અને આજે 22 વર્ષ પછી આ બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સેન્સર બોર્ડના કારણે ટ્રેલરમાં વિલંબ :

ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં મીડિયા સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે સેન્સર બોર્ડના કારણે ટ્રેલરમાં વિલંબ થયો હતો. તેમણે કહ્યું, ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ સાંજે 5.30 વાગ્યે જ મળ્યું હતું. સેન્સર બોર્ડ ટ્રેલરને સેન્સર સર્ટિફિકેટ આપતા પહેલા સુધારાની માંગ કરી રહ્યું હતું. બોર્ડે કેટલાક સંવાદો મ્યૂટ કર્યા અને પછી સેન્સર સર્ટિફિકેટ આપ્યું.”

Niraj Patel