જે ગડા ઇલેક્ટ્રોનિકમાં મેનેજર તરીકે જોવા મળ્યા હતા નટુકાકા, તેના માલિકે ખાસ અંદાજમાં નટુકાકાને આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો

ખ્યાતનામ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા, ઘણા લાંબા સમય સુધી ટીવી જગત અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા ઘનશ્યામ નાયકે 3 ઓક્ટોબરના રોજ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.

ઘનશ્યામ નાયકે ઘણી બધી ગુજરાતી હિન્દી ફિલ્મો અને ધારાવાહિકોમાં કામ કર્યું છે, પરંતુ તેમને સાચી ઓળખ તારક મહેતા ધારાવાહિકમાંથી મળી. આ ધારાવાહિકમાં તેમને નટુકાકાનું પાત્ર નિભાવ્યું અને તે ઘર ઘરમાં એક આગવી ઓળખ બનાવી ગયા. અને દર્શકો પણ તેમને અસલ જીવનમાં પણ નટુકાકા તરીકે જ ઓળખવા લાગ્યા.

નટુકાકાના નિધન બાદ તેમના ચાહકો તેમને સોશિયલ મીડિયામાં અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ શોના કલાકારોએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નટુકાકાને શ્રધાંજલિ આપી છે. તારક મહેતામાં ઘનશ્યામ નાયક જેઠાલાલની ગડા ઇલેક્ટ્રીકમાં મેનેજરનું પાત્ર નિભાવી રહ્યા હતા.

તારક મહેતામાં જે ગડા ઇલેક્ટ્રોનિક્સ બતાવવામાં આવી છે તે હકીકતમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. જેના માલિકનું નામ શેખર ગડિયાર છે. પહેલા આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું, પરંતુ તારક મહેતાના શૂટિંગ બાદ આ દુકાનનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ કરી દેવામાં આવ્યું. શૂટિંગ માટે આ દુકાન હવે ભાડે આપવામાં આવે છે.

ગડા ઇલેક્ટ્રોનીક્સમાં નટુકાકાની ઘણી યાદો જોડાયેલી છે. આ દુકાનમાં જ બાઘા અને નટુકાકાની જોડીએ લોકોને ખુબ જ હસાવ્યા છે તો જેઠાલાલ સાથેની ત્રિપુટીએ દર્શકોના મનોરંજનમાં કોઈ કચાસ નથી છોડી. ત્યારે હવે નટુકાકાના નિધન બાદ ગડા ઇલેક્ટ્રોનિક્સના અસલ માલિક શેખર ગગડીયાર દ્વારા નટુકાકાને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shekhar Gadiyar (@shekhargadiyar)


શેખર ગડિયારે તેમની આ દુકાન ગડા ઇલેક્ટ્રોનીક્સમાં જે ખુરશી ઉપર નટુકાકા બેસતા હતા તેના ઉપર જ તેમની એક તસવીર મુકવામાં આવી છે, સાથે જ તસવીર ઉપર લખવામાં આવ્યું છે “લવ યુ ઘનશ્યામ કાકા, મિસ યુ નટુકાકા”. આ વીડિયોને શેખર ગડિયારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shekhar Gadiyar (@shekhargadiyar)


ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક શેખર ગડિયારીયા નટુકાકા સાથે ઘણીવાર જોવા મળ્યા હતા. તે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર અવાર નવાર તેમની તસવીરો અને ગડા ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી ઘણી બધી યાદોને પણ શેર કરતા રહે છે.

Niraj Patel