બૉલીવુડ એક્ટર અર્જુન રામપાલ તેની પત્ની મેહર જેસિયાથી અલગ થઇ ગયો છે. પત્ની મેહરથી અલગ થયા બાદ અર્જુનને તેની જિંદગીમાં ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાને જગ્યા આપી છે.
ગૈબ્રિએલાને લઈને અર્જુન રામપાલના સંબંધ સિરિયસ થઇ ગયો છે.એટલું જ નહીં અર્જુન પિતા પણ બની ગયો છે. અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડે ગૈબ્રિએલાએ 18 જુલાઈએ એક બેબી બોયને જન્મ આપ્યો છે. ગૈબ્રિએલાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પુત્રને ઓપરેશન દ્વારા જન્મ આપ્યો છે.
પુત્રનું નામ કરણ પણ કરી દીધું છે. બાળનું નામ આરીફ રાખ્યું છે. આરફી રામપાલની ફોટો ગૈબ્રિએલા અને અર્જુને સોશિયલ મીડિયામાં શેર કરી છે.
ગૈબ્રિએલાએ ડિલિવરીના 11 દિવસ બાદ પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઈને તમે પણ અચરજમાં પડી જશો. ફોટોમાં ગૈબ્રિએલા એકદમ ફિટ જોવા મળી રહી છે. ડિલિવરીના 11 દિવસ પછી ગૈબ્રિએલા પુરીરીતે ટ્રાન્સફોર્મ થઇ ગઈ છે.
ગૈબ્રિએલા ફોટો શેર કરતા લખ્યું હતું કે, ડિલિવરીના 11 દિવસ પછી સેલ્ફી લીઘી છે. આ બહુજ લાંબો રસ્તો છે. પરંતુ શરીર એક અમેજીંગ ચીજ છે.
હું તો બસ એટલું કહેવા માંગીશ કે, પ્રેગ્નેન્સી દરમિયાન બહુજ પોષ્ટીક ખોરાક ખાવ. પેરેન્ટલ યોગ પ્રેગનેંન્સીએ સમયમાં કારગત નીવડે છે. ડિલેવરી પહેલા યોગે મને બહુ જ મદદ કરી છે. બધા લોકોનું શરીર અલગ-અલગ હોય છે તેથી સારા પરિણામ માટે રાહ જુઓ.

ગૈબ્રિએલાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા કહ્યું હતું કે, મેં પ્રેગ્નેન્સી દરમિયાન 21 કિલો વજન વધાર્યું હતું. પ્રેગ્નેન્સી દરમિયાન અઠવાડીયામાં 5 દિવસ વર્ક આઉટ કર્યું. અને જે મને પડે તે ખાધું હતું.
ગૈબ્રિએલાનું શરીર જોઈને ગમે તે મહિલાને જલન થઇ શકે છે. કારણકે ડિલિવરીના 11 દિવસમાં જ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આ પહેલા આટલું જલ્દીએ કોઈએ પણ નથી કર્યું. ગૈબ્રિએલાની ફોટો હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ડીલેવરી પછી વજન ઘટવું એ એક સારી બાબત છે.
થોડા દિવસ પહેલા ગૈબ્રિએલાએ તેના પુત્ર સાથેની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેના કેપ્સનમાં લખ્યું હતું કે, થાકી ગઈ છું. છતાં પણ મને આ પળથી પ્રેમ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે અર્જુન રામપાલ ત્રીજી વાર પિતા બન્યો છે. જયારે ગૈબ્રિએલા પહેલી વાર માતા બની છે. અર્જુન રામપાલને પહેલી પત્નીથી 2 પુત્રીઓ છે. આ સ્પેશિયલ મોમેન્ટમાં બન્ને પુત્રીઓ માહિકા અને માઈરા પણ પિતા સાથે નજરે આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.