જ્યોતિષ શાસ્ત્ર

ગાયને ભૂલથી પણ ન ખવડાવવો આવી રોટલી, નહિતર દુઃખ અને તકલીફથી જીવન થઇ જશે બરબાદ

શાસ્ત્રોમાં અને પુરાણોમાં ગાયને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. તેથી આપણે ગાયને ગૌમાતા કહીને પણ બોલાવીએ છે. પ્રાણી જગતમાં ગાય જ એક માત્ર એવું પશુ છે જેમાં 33 હજાર દેવી દેવતાઓનો વાસ હોય. ગાયના દૂધ જેવું બીજા કોઈ પ્રાણીનું દૂધ સ્વાસ્થ્ય વર્ધક હોતું નથી. આ ઉપરાંત ગાયનું પંચગવ્યનું મહત્વ ખાસ હોય છે. ધાર્મિક પૂજામાં પણ પંચગવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં ગાયના ગૌમૂત્ર અને છાણથી વિવિધ કીટનાશક દવાઓ બનાવામાં આવે છે.

Image Source

ગાયને રોટલી ખવડાવવાનું ધાર્મિક કારણ :

સનાતન ધર્મમાં ગાયને લક્ષ્મીજી રૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાયની સેવા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવશે. હિન્દૂ ધર્મ અનુસાર જે ઘરમાં ગાયની સેવા નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તે ઘરમાં કાયમ માતા લક્ષ્મી જીની કૃપા રહેશે. એટલું જ નહીં પણ જે ઘરમાં ગાયની સેવા કરવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારના વિઘ્ન અથવા બધા નથી નડતી.

શહેરમાં રહેવાના કારણે ગાયના પાળવાનો સવાલ તો આવતો જે નથી પરંતુ તેને સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓનું પાલન લોકો આજે પણ કરે છે. શાસ્ત્રો મુજબ શહેરમાં ગાયને  રોટલી ખવડાવવામાં આવે છે. પરંતુ આજકાલ ગાયને રોટલી ખવડાવવાનું વલણ બદલાઈ ગયું છે. આ બદલાતા વલણને કારણે કેટલીક વાર આપણે મોટી ભૂલ કરી બેસતા હોય છે.

ગાયને રોટલી ખવડાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું:

 

Image Source

રોજ ગાયને રોટલી ખવડાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ આજકાલ રોટલી ખવડાવવાની રીત બદલાઈ ગઈ છે જે ખુબ જ અશુભ માનવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રોટલી ખવડાવવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. રોજ ગાય માટે રોટલી તો બનાવે છે પણ તેને સમયસર ખવડાવી નથી શકતા. કેટલીક વાર રોજ રાખેલી રોટલી બે ત્રણ દિવસ પછી ગાયને ખવડાવે છે.

જો ગાય માટે બનાવેલી રોટલી બે-ત્રણ દિવસ પછી ખવડાવવામાં આવે તો ઘરમાં દુઃખ અને વિપત્તિ આવે છે. આ સ્થિતિમાં કાયમ ધ્યાન રાખવું જોઈએ કે ગાયને વાસી રોટલી ન ખવડાવવી જોઈએ. સાથે સાથે એટલું ન ધ્યાન રાખો કે વાસી રોટલી ખવડાવવાથી ગાયનું અપમાન કર્યું ગણાય. ગાયનું અપમાન કરવાથી પરિવારમાં આફત આવે છે. જો તમે આવું કરતા હોય તો આજથી જ આ આદત બદલી નાખો.

ગાયને રોટલી ખવડાવવાના ફાયદા:

Image Source
  • હિન્દૂ શાસ્ત્ર અનુસાર ગાયની અંદર બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. જો તમે સવારની પહેલી રોટલી ખવડાવવામાં આવે તો તેમને બધા દેવી દેવતાઓને આશીર્વાદ મળે છે.
  • જે લોકો માનસિક તકલીફમાં હોય તેઓ ગાયને મીઠી રોટલી ખવડાવે, આવું કરવાથી શરીરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ થયા છે અને શરીરમાં બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જાય છે.
  • ગાયને ગુરુ સાથે પણ જોડવામાં આવે છે તેથી એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ગાયને હળદરવાળી રોટલી ખવડાવવાથી ઘરમાં ધન, સંપત્તિ અને સુખમાં વધારો થાય છે અને દુષ્ટ ગ્રહો પણ શાંત થાય છે.
  • જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી પૂરતી નથી થઇ તો તમારા રોજ ગાયને રોટલી ખવડાવવી જોઈએ આવું કરવાથી તમારી ઈચ્છાઓ જલ્દીથી પુરી થઇ જશે.
  • જો તમને લાગતું હોય તમારા બધા ગ્રહ ખરાબ ચાલી રહ્યા છે તો તમારે ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી તમને દરેક ગ્રહનું શુભ ફળ મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.