“ઓ ભાઈ 1000 રૂપિયા વધારે લઈલે પણ નીચે લેન્ડિંગ કરાવી દે !” આ છોકરીનો વીડિયો જોઈને તમને પણ લેન્ડિગ વાળો એ યુવક યાદ આવી જશે

લોકો આજે દુનિયાથી કઈ હટકે કરવા માંગતા હોય છે, ઘણીવાર એવા સાહસો કરવા માંગતા હોય છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય. થોડા સમય પહેલા એવા જ એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેમાં તે પેરાગ્લાઈડિંગ દરમિયાન લેન્ડિંગ કરાવવા માટે બૂમો પાડી રહ્યો હતો. આ યુવક સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રખ્યાત પણ બની ગયો હતો.

ત્યારે હાલમાં એક એવી જ યુવતીનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને આ યુવકની ફરીથી યાદ આવી જાય છે.યુવકના વીડિયોએ જેટલા લોકોને હસાવ્યા હતા તેટલું જ આ યુવતીનો વીડિયો પણ હવે લોકોને હસાવી રહ્યો છે.

આ યુવતી પોતાની સાથે ગો પ્રો લઈને પેરાગ્લાઇડિંગ માટે ગઈ હતી. વીડિયોની અંદર યુવતી એ કહેતા જોવા મળી રહી છે કે હલશો નહીં. જેવું જ પાયલોટ જમીન ઉપર ઉતરવાની તૈયારી કરે છે અને દિશા બદલવાનો પ્રયત્ન કરે છે કે યુવતી ફરી ડરી જાય છે અને રડતા રડતા પાયલોટને કહે છે કે ધીમે ચલાવો.

આ યુવતી સતત નીચે ઉતરવાનું રટણ કર્યા કરે છે. એટલું જ નહીં, તે એમ પણ કહે છે કે ભૈયા 1000 વધારે લઈલો પણ મને કોઈપણ રીતે નીચે ઉતારી દો. આ યુવતી ગઈ હતી પેરાગ્લાઈડિંગ કરવા માટે પણ હવામાં જ તેના હોશ ઉડી ગયા અને હવામાં જ રડવા પણ લાગી ગઈ.

હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને હવે લોકો મજેદાર પોસ્ટ પણ કરી રહ્યા છે. યુવતીનો રડવા વાળો આ વીડિયો વિપિન સાહુની યાદ અપાવી જાય છે. જેને વર્ષ 2019માં પેરાગ્લાઇડિંગ કરતા સમયે કહ્યું હતું કે “ભાઈ 500 વધારે લઈલે પણ મને મને નીચે લેન્ડ કરાવી દે.” જુઓ તમે પણ આ વીડિયો….

Niraj Patel