વાયરલ

પાકિસ્તાનને ટોકિયો ઓલમ્પિકમાં એક પણ મેડલ ના મળ્યો તો શોધી નવી રમત, વીડિયો જોઈને પેટ પકડીને હસવા લાગશો

આજે ઘરના કોઈ ખૂણામાં બેઠા બેઠા પણ આખી દુનિયા સાથે રૂબરૂ થઇ શકાય છે. કારણે આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે અને સ્માર્ટ ફોન દ્વારા જે તે ઘણી બધી જાણકારી સાથે મનોરંજન પણ મેળવી શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોને તે જોઈ શકે છે, ઘણા વીડિયો જોઈને આપણે પેટ પકડીને પણ હસવા લાગીએ છીએ.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો એક રમત રમી રહ્યા છે અને આ રમત એવી અજીબો ગરીબ છે કે તે જોઈને પહેલા તો તમને બરાબર હસવું આવશે અને પછી તમે પણ થોડા હેરાન જરૂર રહી જશો અને આવી રમત તમને રમવાની ઈચ્છા ક્યારેય નહીં થાય.

વાયરલ થઇ રહેલો ફની વીડિયો પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે યુવકો એક બીજાની કમર પકડીને ઉભા છે. અને તેમના પગની નીચેથી એક પછી એક એમ બે યુવકો નીકળે છે. જે પહેલા નીકળી જાય છે તેને ચપ્પલ નથી વાગતો પરંતુ જે પાછળ રહી જાય છે તેને ધડાધડ ચપ્પલ પડે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોને જોતા જ લોકો અજીબો ગરીબ કોમેન્ટ પણ કરવા લાગ્યા છે. એક યુઝર્સ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે ટોકિયો ઓલમ્પિકમાં એકપણ મેડલ ના જીત્યા બાદ પાકિસ્તાને એક નવી ગેમનું સર્જન કર્યું છે. તમને પણ આ વીડિયો જોઈને ખુબ જ મજા આવશે.