ઇન્જેક્શન મુકાવતી વખતે આ નાના ટેણીયાએ કર્યું એવું કે વીડિયો જોઈને એટલું હસસો એટલું હસસો કે તમારા પેટમાં દુઃખાવો થઇ જશે

ઇન્જેક્શનની બીક ઘણા લોકોને લાગતી હોય  છે અને તેમાં પણ કોરોનાની વેક્સિન લેવા દરમિયાન ઘણા એવા વીડિયો પણ સામે આવ્યા જે જોઈને આપણે હસી હસીને બેવડા વળી જઈએ. ઘણા લોકો વેક્સિન લેવા દરમિયાન ઇન્જેક્શનથી એટલા ડરતા હતા જેની કોઈ હદ જ  ના રહી અને આવા વીડિયો ખુબ જ વાયરલ પણ થયા હતા.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નાનો ટેણીયો ઇન્જેક્શનના ડરથી એવી ભાષા બોલી રહ્યો છે કે તે સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો તો ઠીક પરંતુ વીડિયો જોઈને તમે પણ એટલું હસવા લાગશો કે હસી હસીને તમારા પેટમાં પણ દુખાવો ચોક્કસ થઇ જશે.

મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો એક કાશ્મીરી બાળકનો છે. આ વીડિયોની અંદર તે કોઈ ઇન્જેક્શન લઇ રહ્યો છે.આ દરમિયાન બાળકની માતાએ તેને પકડી રાખ્યો છે. અને ડોક્ટર તેને ઈન્જેકશ લગાવવા માટે જાય છે ત્યારે તે એવી બૂમો પાડે છે કે તે સાંભળીને ડોક્ટરને પણ હસવું આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વીડિયોમાં એમ પણ જોવા મળી રહ્યું છે કે ડોક્ટર જયારે બાળકની નજીક સોય લાવે છે ત્યારે તેની આંખો પણ પહોળી થઇ જાય છે, બાળકની આવી હરકતો જોઈને તેની માતા પણ હસવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ શેર થયો છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel