રીલ્સ બનાવવાના ચક્કરમાં પાણીમાં પડી ગયો મોબાઈલ, પછી છોકરીએ જે કર્યું એ જોઈને હસી પડશો

આજના ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો અને રીલ્સ બનાવવાનું ચલણ ખુબ વધી ગયું છે.આજના યુવાઓમાં સૌથી વધારે રીલ્સનો ક્રેઝ વધી ગયો છે.આજે લોકો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાની અલગ ઓળખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.કોઈ લિપ સિંક કરીને પોતાને ફેમસ બનવાની કોશિશ કરી રહ્યા છે તો કોઈ પોતાના ડાન્સ હુનરથી ફેમસ થઇ રહ્યા છે.આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યા તમને જાત-જાતના વીડિયો જોવા મળી જશે.જેમાના અમુક વીડિયો ખુબ મજેદાર હોય છે તો અમુક હેરાન કરનારા હોય છે.જો કે ઘણીવાર લોકોને મનોરંજન કરાવતા આવા વીડિયોમાં દુર્ઘટનનાનો શિકાર પણ થવું પડતું હોય છે. એવો જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં વીડિયોમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના ચક્કરમાં છોકરી સાથે એવું કંઈક થઇ જાય છે જેને જોઈને કોઈપણ પોતાનું હસવું રોકી નહિ શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી રીલ્સ બનાવવા માટે પાણીની પાસે જઈને મોબાઈલનો કેમેરો ઓન કરી સ્ટેન્ડ પર લગાવે છે અને પાછળ ફરીને ડાન્સ કરવા લાગે છે.જેવી જ છોકરી ડાન્સ કરવા પાછળ ફરે છે કે તેનો મોબાઈલ પાણીમાં પડી જાય છે અને તે ડાન્સ કરવામાં જ વ્યસ્ત રહે છે અને તેને લાગે છે કે તેનો ડાન્સ કેમેરામાં રેકોર્ડ થઇ રહ્યો છે.જ્યારે છોકરી ડાન્સ પૂર્ણ કરીને મોબાઈલ તરફ ફરે છે તો તેને જાણ થાય છે કે તેનો મોબાઈલ તો પાણીમાં પડી ગયો છે.પછી તે પાણીમાંથી મોબાઈલને બહાર કાઢે છે.

વીડિયોને  mobile_photography નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે અને ખુબ વાયરલ થઇ રહ્યો છે.લોકો વીડિયોને જોઈને ખુબ હસી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.એક યુઝરે વીડિયો પર લખ્યું કે,’હાય રે કિસ્મત’ જ્યારે અન્ય એક યુઝરે મજાકીયા અંદાજમાં લખ્યું કે ગઈ ભેંસ પાણીમાં’.જો કે તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળશે જેમાં યુઝર્સ વીડિયો બનવાના ચક્કરમાં પોતાનું જ નુકસાન કરી બેઠો હોય.

જુઓ ફની વીડિયો…

Krishna Patel