સોશિયલ મીડિયા પર લગ્નના અલગ અલગ અને મજેદાર વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી કેટલાક તો હસાવવા વાળા હોય છે તો કોઇ એવા પણ હોય છે કે જેને જોઇને વિશ્વાસ થતો નથી. કેટલાક એવા વીડિયો હોય છે કે જેને લોકો વારંવાર જુએ છે. એટલું જ નહિ વીડિયો પર યુઝર્સ ખૂબ જ કમેન્ટ પણ કરતા હોય છે. આ બધા વચ્ચે એક લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, દુલ્હે રાજા ઘણા ગુસ્સામાં છે.
આપણે બધા જાણીએ છે કે, લગ્નનો દિવસ દુલ્હા-દુલ્હન માટે ખાસ હોય છે. તેને યાદગાર બનાવવા માટે લોકો શુ-શુ કરતા હોય છે, એ તો તમને ખ્યાલ જ હશે, કેટલીક વાર તેમની પ્રશંસા થાય છે તો કેટલીક વાર મજાક પણ ઉડાવવામાં આવે છે. હાલમાં એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, દુલ્હો સ્ટેજ પર બેઠેલો છે અને બધા સંબંધીઓ વારાફરતી આવી દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપે છે અને તેમની સાથે તસવીરો ક્લિક કરાવી રહ્યા છે. ત્યારે એક સંબંધી દુલ્હાને ચિડાવા લાગે છે. પરંતુ તેની આ મજાક તેના પર જ ભારી પડી જાય છે.
દુલ્હો આ મજાક સહન કરી શકતો નથી અને તે સ્ટેજ પર તે સંબંધીની ધુલાઇ કરવા લાગે છે. દુલ્હાનો ગુસ્સો જોઇ દુલ્હન પરેશાન થઇ જાય છે અને તેને રોકવાની કોશિશ કરે છે. આ વીડિયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને નિરંજન નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જુઓ તમે પણ આ વીડિયો.
View this post on Instagram