ખબર

કોરોના- કાળી ફંગસ પછી હવે આ ખતરનાક રોગની એન્ટ્રી, મગજથી લઈને ગુપ્તાંગ પર અસર કરે છે- જાણો

આ નવી બીમારીનો ખૌફ, ગુપ્તાંગ, કિડનીથી લઈને મગજ પર…જાણો સમગ્ર વિગત

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે અને તે વચ્ચે મ્યુકોરમાઇક્રોસિસ બીમારી એ તંત્ર અને પ્રજા માટે ચિંતાનો વિષય બની ગઇ છે. આ બીમારીમાં ઘણા લોકોએ આંખોની રોશની ગુમાવી છે. કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને આ બીમારી થાય છે અને તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. સરકારે આ બીમારીના સારવાર માટે વપરાતા ઇન્જેક્શનનો 3.15 કરોડના ખર્ચે 5000 ઇન્જેક્શનનો ઓર્ડર પણ આપી દીધો છે.

તમને જણાવી દઇએ કે, આ બીમારીની સારવારની દવાઓ અને ઇન્જેક્શનને લઇને Gujarat સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે લોકોને જણાવ્યુ કે, આ બીમારીની દવાઓ સરકારી હોસ્પિટલમાંથી મળશે અને દવાઓ મેળવવા ડોક્ટરનું પ્રિસ્પિક્રપ્શન જરૂરી છે.

બિહારની રાજધાની પટનામાં વ્હાઇટ ફંગસના ચાર દર્દીઓ સામે આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટનાના એક ફેમસ સ્પેશલિસ્ટ પણ સામેલ છે. PMCHના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેંટના હેડ ડોક્ટર એસએન સિંહે આ જાણકારી આપી છે.

તેમણે જણાવ્યુ કે, ચાર દર્દીઓમાં કોરોના જેવા લક્ષણો દેખાઇ રહ્યા હતા પરંતુ તે કોરોના ન હતો તેમના ટેસ્ટ પણ નેગેટિવ આવી રહ્યા હતા. ટેસ્ટ કરાવવા પર આ વાતનો ખુલાસો થયો કે તે વ્હાઇટ ફંગસથી સંક્રમિત છે.

ડોકટર્સનું કહેવુ છે કે, જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણ દેખાય છે તો વ્હાઇટ ફંગસની જાણ કરવા માટે બલગમ કલ્ટરની તપાસ જરૂરી છે. તેમણે જણાવ્યુ કે, વ્હાઇટ ફંગસનું કારણ પણ બ્લેક ફંગસની જેમ ઇમ્યુનિટી ઓછી હોવાનુ છે.

તેમજ તેનો ખતરો વધુ ડાયાબિટિસના દર્દીઓને છે. કાં તો પછી લાંબા સમયથી સ્ટેરોયડ દવાઓ લઇ રહ્યા છે તેનો છે. રિપોર્ટ અનુસાર ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઈટ ફંગસની ઝપેટમાં આવી શકે છે. જે તેમના ફેફસાને સંક્રમિત કરી શકે છે

અને આ ફંગસને લીધે ઇમ્યુનીટી ઓછી થઈ જાય છે. બાકી ડાયાબિટિસથી પીડાતા હોવાના કારણે અથવા તો લાંબા સમયથી સ્ટેરોઈડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસ લાગી શકે છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, આ નવી બીમારી વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ખતરનાક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે માણસની ચામડી, નખ, મોઢાની અંદરના ભાગ, ગુપ્તાંગ, કિડની, આંતરડા અને મગજ પર પણ ખરાબ અસર પાડે છે.

Image Source

ભારતમાં દેશમાં છે કોરોનાની સ્થિતિ: મિનિસ્ટ્રીના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોવિડ કેસો નોંધાયા અને 3874 દર્દીઓએ દમ તોડ્યો છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ- બે કરોડ 57 લાખ 72 હજાર 400

કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440

કુલ એક્ટિવ કેસ – 31 લાખ 29 હજાર 8789

કુલ મોત – 2 લાખ 87 હજાર 112