ખબર

માતા અને બહેને શહીદને આપી કાંધ, 3 મહિનાની દીકરીએ પિતાને આપી મુખાગ્નિ- તસ્વીર જોઈને ચોક્કસ રડવું આવી જશે

વધુ એક સૈનિકે માતૃભૂમિ માટે શહોદત્ત વ્હોરી છે. જમ્મુ કશ્મીરમાં માચી સેકટરમાં રંજીત સિંહે 13 જાન્યુઆરીએ માછીલ સેક્ટરમાં શહીદ થયા હતા. શહીદનો મૃતદેહ માદરે વતન લઇ આવતા વાતાવરણ તંગ બન્યું હતું.

Image Source

રંજીત સિંહે માછીલ સેક્ટરમાં 12 હજાર ફૂટની ઊંચાઈએ માઇનસ 30 ડિગ્રીમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે હિમસ્ખ્લન થતા તેનું નિધન થયું હતું. રંજીતસિંહ ભારતીય સેનાની 45 રાઇફલ્સમાં તૈનાત હતા.

Image Source

રંજીત સિંહનો પાર્થિવ દેહ ચાર દિવસ બાદ શ્રીનગરથી વિશેષ વિમાનમાં અમૃતસરના રાજાસાંસી એરપોર્ટ પર લાવ્યો હતો. આ બાદ સૈન્યના જવાનોએ સૈન્યના વાહનથી તિબ્બડી કેંટ પહોંચાડ્યો હતો આ બાદ ત્યાંથી તેના ગામ સિદ્ધપુર લવાયો હતો. રંજીતસિંહને જેકના રાઈફલ્સના જવાનોએ સલામી આપી હતી.

Image Source

રંજીતસિંહનું પાર્થિવ શરીર જયારે ત્રિરંગામાં લપેટાઇને ગામ પહોંચ્યો હતો ત્યારે શોક્ગ્રસ્ત માહોલ છવાઈ ગયો હતો. પાર્થિવ શરીર પહોંચતા જ પિતા હરબંસ સિંહ, પત્ની દીયા અને બહેન જ્યોતિની કરુણ ચિત્કારો સાંભળીને સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા.શહીદની પત્ની દિયાએ જયારે પતિનું કોફીન જોયું ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. તે વારંવાર એક જ રટણ કરી હતી. “મારા રંજીતને આમાંથી બહાર કાઢો, એનો શ્વાસ રૂંધાય છે. મારી પરીને તેના પિતાને જોવા છે. જો પરી પપ્પા આવી ગયા છે.” આટલું કહીને તે બેભાન થઈ ગઈ હતી.

Image Source

શહીદને માતા અને બહેન કાંધ આપી હતી. આ દ્રશ્ય જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા હતા. રંજીત તેના સ્વભાવને કારણે આખા ગામના લાડલા હોય જયારે તેની સ્મશાન યાત્રામાં ગામના યુવાનોએ તેના સાથીના સન્માનમાં ફૂલો વરસાવીને તેની શહીદીને નમન કર્યું હતું.

Image Source

જણાવી દઈએ કે, શહીદ રંજીત સિંહે ઓક્ટોબરમાં દીકરી સાનવીના જન્મ પર જશ્ન મનાવ્યો હતો. સાનવીને લાડથી પરી કહેતા હતા. નાનકડી પરીએ દાદા હરબંસ સિંહ અને કાકા સુરજીત સિંહ સાથે શહીદ પિતાની ચિતાને મુખાગ્નિ આપી હતી. આ સમયે આખો સ્મશાન ઘાટ રંજીત સલારિયા અમર રહે, ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઊઠ્યો હતો.

Image Source

રંજીત સિંહની શહીદીથી તેમના પરિવારનો સહારો છીનવાઈ ગયો છે. તેમની શહીદીની કોઈ ભરપાઈ થઈ શકે તેમ નથી છતાંય સરકારની પોલિસી મુજબ શહીદની પત્ની દીયાને તેના ક્વોલિફિકેશન મુજબ નોકરી આપવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.