હાલમાં જ ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાની 80 વર્ષની વયે નિધન થયું હતું. બેટ્ટી કાપડિયાને છેલ્લા ઘણા દિવસથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
View this post on Instagram
બેટ્ટી કાપડિયાએ શનિવારે મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા. બોલીવુડમાં બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર સાંભળીને દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. બેટ્ટીનું નિધન થતા બૉલીવુડ સેલિબ્રિટી પરિવારજનોને સાંત્વના પાઠવવા ગયા હતા.
View this post on Instagram
સની દેઓલ પણ ડિમ્પલ કાપડિયાનની માતા બેટ્ટી કાપડિયાનું નિધનના સમાચાર સાંભળીને ડિમ્પલને સાંત્વના આપવા ગયો હતો. સની દેઓલને જોઈને ઘણા લોકો આશ્ચર્ય પામ્યા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે, સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા બેસ્ટ ફ્રેન્ડ છે. ભૂતકાળમાં બન્ને વચ્ચેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું.
View this post on Instagram
બંનેએ આ મામલે કોઈ જ નિવેદન આપ્યું ના હતું. તો બીજી તરફ બન્નેની દોસ્તીમાં પણ કોઈ ખટાશ આવી ના હતી. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા આજે પણ એકબીજા સાથે દરેક સ્થિતિમાં ઉભા રહે છે.
View this post on Instagram
ડિમ્પલ કાપડિયાના જમાઈ અક્ષય કુમાર અને સની દેઓલ એકબીજાનું ઘણું સન્માન કરે છે. અક્ષય અને સની દેઓલ વચ્ચે સારા સંબંધ છે. ત્યારે આ દુઃખદ સમાચાર સાંભળતા જ સની દેઓલ દોડી ગયો હતો.
View this post on Instagram
તસ્વીરમાં જોઈ શકાય છે કે, સની દેઓલ અક્ષય કુમારને ગળે મળીને સાંત્વના આપી હતી. બન્નેની મુલાકાતની આ તસ્વીર મીડિયા કેમેરામાં કેદ થઇ હતી.
View this post on Instagram
બૉલીવુડ સ્ટાર સની દેઓલે અહીં અક્ષય કુમારને ગળે લગાડીને તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
View this post on Instagram
તો અક્ષય કુમારની પત્ની ટ્વિંન્કલ ખન્નાએ દુઃખની આ ઘડીમાં તેની માતા ડિમ્પલની પાછળ-પાછળ તેનો સાથ દેતી જોવા મળી હતી.
View this post on Instagram
ડિમ્પલ કાપડિયાના ચહેરા પર તેની માતાના નિધનનું દુઃખ સાફ જોવા મળ્યું હતું. ડિમ્પલના ચહેરા પર છવાયેલી ઉદાસી દૂરથી જ નજરે ચડી હતી.
View this post on Instagram
ડિમ્પલ કાપડિયાની માતા અને ટ્વીન્કલ ખન્નાની નાની બેટ્ટી કાપડિયાએ 80 વર્ષની ઊંમરે અંતિમ શ્વાસ લીધા હતા.
View this post on Instagram
ખબરોનું માનીએ તો બેટ્ટી કાપડિયાની નિધન શનિવારે મોડી રાતે 4 વાગ્યે થયું હતું. આ ખાસ મૌકા પર ઘણી ફિલ્મી હસ્તીઓ પણ સાંત્વના આપવા પહોંચી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.