ચાર વર્ષ પહેલાં આપેલી જુબાનીએ આજે મોત મળ્યું:બોટાદના બગડ ગામના યુવાન પર જીવલેણ હુમલો હત્યામાં પરિણમ્યો; પરિવારની માગો સ્વીકારાતાં 30 કલાક બાદ અંતિમયાત્રા નીકળી
Funeral after killing of youth in Botad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાક મામલાઓમાં કોઈની ધોળા દિવસે પણ હત્યા કરી દેવામાં આવે છે, તો ઘણીવાર હત્યા બાદ અવાવરું જગ્યાએ લાશ પણ ફેંકી દેવામાં આવે છે, મોટાભાગની હત્યાઓ અંગત અદાવતમાં થતી હોવાનું પણ સામે આવતું રહે છે. ત્યારે એવી જ એક હત્યાનો મામલો બોટાદમાંથી સામે આવ્યો હતો. જેમાં બગડ ગામના અનુસૂચિત સમાજના આશાસ્પદ યુવાન પર ગત 6 સપ્ટેમ્બરના રોજ જીવલેણ હુમલો થયો હતો.
30 કલાક બાદ પરિવારે સ્વીકાર્યો મૃતદેહ :
આ હુમલા બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની હાલત વધુ ગંભીર હોવાથી ગત રોજ એટલે કે તારીખ 15ના રોજ સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. ત્યારે આ યુવકના મોતના 30 કલાક બાદ પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો અને ત્યારબાદ તેની અંતિમ યાત્રા નીકળી હતી. યુવક પર ચાર વર્ષ પહેલા આપેલી જુબાનીના કારણે હુમલો કરવામાં આવ્યો હતો. જે મોતમાં પરિણમતા પરિવાર અને સમાજમાં ખૂબ રોષ ફેલાયો હતો.
13માંથી 10 માંગણી સ્વીકારાઈ :
આ રોશન કારણે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ના પાડી અને તંત્ર સમક્ષ 13 માંગણીઓ મુકી હતી. જે બાદ તંત્રએ 10 માગો સ્વીકારતા આજરોજ મૃતકની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી. યુવકનું નામ રાજેશભાઈ કેશવભાઈ મકવાણા હતું અને તે એક હત્યાના ગુન્હામાં પાંચમા રહ્યો હતો. તેનો પરિવાર છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત 6/9/2023ના રોજ તે પોતાનું મોટરસાયકલ લઈને બપોરના બે વાગ્યાની આસપાસ દીકરાના કપડા લેવા માટે બોટાદ ગયા હતા અને કપડાની ખરીદી કરીને બગડ તરફ પરત આવી રહ્યો હતો.
રસ્તા વચ્ચે ઉભો રાખીને ઉતાર્યો મોતને ઘાટ :
ત્યારે આ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તે બગડ જવાના રસ્તા પર આવેલા અક્ષરવાડી પાસે પહોંચતા તે સમયે બગડ તરફથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી. મોટરસાયકલ સામે કારચાલકે કાર ઉભી રાખી હતી અને તેજ સમયે ખસ ગામ તરફથી એક અલ્ટો કાર આવી હતી. જેમાંથી ત્રણ શખસો લોખંડની પાઈપ, ફરશી સહિતના હથીયારો સાથે ઉતર્યા હતા અને જીવલેણ હુમલો કરી તમામ લોકો નાસી છુટ્યા હતા. આ તરફ ઈજાગ્રસ્ત રાજેશભાઈને સારવાર માટે બોટાદ ખસેડાયા હતા, પરંતુ તેઓને વધુ ગંભીર ઈજાઓને લઈને ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડ્યા જ્યાં તેમનું મોત થયું.