નદી કિનારે આરામથી નાહી રહ્યા હતા લોકો, ત્યારે જ કાચ જેવા પાણીમાં દેખાયો ખતરનાક ઝેરીલો સાપ, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો પહાડો તરફ વળતા જોવા મળે છે, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણીવાર, ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં, પ્રવાસીઓ મસ્તીભર્યા મૂડમાં સ્નાન કરતા અથવા નદી કિનારે અથવા ધોધ પાસે સેલ્ફી લેતા જોવા મળે છે. આવી સ્થિતિમાં જો કોઈ ઝેરી સાપ તમારી નજીકથી પસાર થાય તો તમારા રૂંવાડા ઉભા થઇ જશે અને તમે હોશ ખોઈ બેસસો એ નક્કી છે. આટલું વિચારીને જ કોઈનો પણ પરસેવો છૂટી જશે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક વિદેશીઓ નદીમાં તરવાની મજા માણી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નદી જે એકદમ કાચ જેવી  અને વાદળી રંગની છે. તેમાં અચાનક એક વિશાળ સાપ પાણીમાં ઘુસી ગયો અને એક છોકરાની પાછળ તરવા લાગ્યો. જ્યારે સાપ છોકરાનો પીછો કરે છે, ત્યારે છોકરો ઝડપથી પાણીમાંથી બહાર નીકળી જાય છે. આ પછી તે ખિસ્સામાંથી મોબાઈલ કેમેરો કાઢે છે અને પછી વીડિયો શૂટ કરવાનું શરૂ કરે છે. સાપ તેનો પીછો કરવાનું બંધ કરતો નથી અને છોકરાની પાછળ જાય છે.

છોકરો ડર્યા વગર પોતાનું સેન્ડલ ઉપાડે છે અને ત્યાં હાજર પથ્થર પર ઊભો રહે છે. છોકરો હાથમાં મોબાઈલ લઈને વીડિયો બનાવવાનું બંધ કરતો નથી. થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાઇલ્ડિસ્ટિક નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Wildistic ™ (@wildistic)

આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સાપે નિશાનને લોક કરી દીધું છે’. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘ત્યાં હાજર બ્લુ કપડા પહેરેલા વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા નથી આપી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મને નકલી લાગે છે. તેના સિવાય કોઈરિએક્ટ નથી કરી રહ્યું. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel