...
   

મોરબીમાં બ્રિજને આજે સાંજે લૂખા અને અસામાજિક તત્વો બ્રિજના કેબલને લાતો મારી? દાવા સાથે વિડીયો થયો વાયરલ! જુઓ વીડિયો

દિવાળીની રાજાઓમાં ફરવા નીકળેલા ઘણા લોકો આજે મૃત્યુ પામ્યા છે. મોરબીમાં આજે સાંજે ખુબ મોટી અને ખતરનાક દુર્ઘટના બની છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. 300થી વધુ જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હોવાની સંભાવના છે..

૫ દિવસ પહેલા દિવાળી પછીના નવા વર્ષના દિવસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. મોરબીની શાન કહેવાતો ફેમસ ઝૂલતો પુલ ચાલુ થતા મોરબીવાસીઓમાં આનંદ છવાયો હતો. હવે જયારે આ પુલ ધરાશાહી થયો છે ત્યારે સેંકડો લોકો પાણીમાં ગરકાવ થયા છે અને મૃત્યુ પામી ચુક્યા છે.

ત્યારે પુલના રિનોવેશની કામગીરી બાબતે ઘણા સવાલો ઉભા થયા છે. મોરબીની જનતામાં ચર્ચા સાથે રોષની લાગણી છે. જે લોકો પણ આ દુર્ઘટના પછળ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. હાલમાં ઘટના સ્થળે ભચાવ કામગીરી ચાલુ.ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતા પહેલા દાવો કર્યો હતો કે,

તેમણે આપણી જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેઓએ જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટિરિયલ ડેવલપ કરાવ્યું હતું. આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. જયારે આ આ હેન્ગિંગ પુલ રિનોવેટ થઈને તૈયાર થઇ ગયો ત્યારે શું નગરપાલિકાના એન્જિનિયરોએ શું કરતા હતા? ક્વોલિટીના માપદંડોની જોયા હતા કે કેમ?

આ ગંભીર સવાલોનો જવાબ તો અત્યારે તો કોઈની પાસે જવાબ નથી. ઓરેવાની કામગીરી ચાલી રહી હતી તો બધું નગરપાલિકાએ પણ રામભરોસે છોડી દીધું હતું કે શું? હવે આગળ ઓરેવાની આ ગંભીર બેદરકારી બદલ તેની સામે શું પગલાં લેવામાં આવશે અને નગરપાલિકાના જવાબદારોને પણ સજા કરાશે કે નહિ?

આજે સાંજે અહીંયા લોકોની ભીડ જામી હતી ને, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે જોકે એ વિડીયો જૂનો છે કે ઘટના સમય નો તેની અમે પુષ્ટિ નથી કરતા. આ વાયરલ વિડીયો માં  લૂખા અને અસામાજિક તત્વો બ્રિજના કેબલને લાતો મારી રહ્યા છે એવો દાવો  કરાયો છે.

આ વીડિયોમાં જોઈ શકો છો કે અમુક લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓને લીધે લોકો ફરવા નીકળી પડ્યા હતા અને પુલ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.

આપણી સરકારે આ ભયાનક દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધા છે અને આ માટે 5 સિનિયર અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં આ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે :

1.રાજકુમાર બેનીવાલ, IAS, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, 2. કે.એમ. પટેલ, ચીફ એન્જિનિયર (ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, 3. ડૉ.ગોપાલ ટાંક, HOD, સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ

૪. સંદીપ વસાવા, સચિવ, માર્ગ અને મકાન વિભાગ, ૫.સુભાષ ત્રિવેદી, IG, CID ક્રાઈમ. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા આપણા રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે 125વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

YC