ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચન કોરોના નેગેટિવ આવ્યા? હોસ્પિટલમાંથી અમિતાભે મીડિયાને ખખડાવી નાખ્યું, જાણો વિગત

સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેકનો 11 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પિતા-પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે એ ખબરે જોર પકડ્યું હતું કે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ આ વચ્ચે એક મહત્વની ખબર સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

મીડિયામાં આ સમાચારો આવ્યા પછી અમિતાભ બચ્ચનને એક ટ્વીટમાં અભિનેતાએ આ અહેવાલોને અફવાહ ગણાવી છે. અમિતાભ બચ્ચને એક લિંક સાથે ટ્વીટ કર્યું છે કે ‘આ સમાચાર ખોટા, બેજવાબદાર, બનાવટી અને માહિતી ખોટી છે.’

જણાવી દઈએ કે, ગઈ કાલે અમિતાભ, અભિષેક, આરાધ્યા અને ઐશ્વર્યાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પિતા-પુત્રનો રિપોર્ટ નેગેટીવ ને માતા-પુત્રીનો રિપોર્ટ આવ્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

જણાવી દઈએ કે, 77 વર્ષીય અમિતાભ અને 44 વર્ષીય અભિષેક છેલ્લા 12 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભને કોરોનાના હળવા લક્ષણો અને ઓક્સિજન લેવલ ઓછું જોવા મળ્યું હતું. બચ્ચન પરિવારમાં કોરોનાની એન્ટ્રી થતા તેના ચારેય બંગલા સીલ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બચ્ચન પરિવારમાં ફક્ત જ્યા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

જણાવી દઈએ કે હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ અમિતાભ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે સતત સંપર્કમાં રહે છે. બુધવારે, તેમણે તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, “મૌન હેઠળ બધી સમસ્યાઓ છુપાવો, અવાજ મુશ્કેલીઓ ક્યારેય હળવી નહીં કરે”.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.