SG હાઇવે અકસ્માતમાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, જાણીને વિશ્વાસ નહિ આવે

અમદાવાદમાં ગઈકાલે મોદી રાત્રે ઇસ્કોન બ્રિજ પર સૌથી ખરાબ અકસ્માત સર્જાયો હતો. તેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં દુઃખદ મોત થયાં હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

આ એક્સીડંટ એટલું ખતરનાક હતું કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે એમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. જોકે પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. જ્યારે તથ્ય સ્વસ્થ થશે ત્યારે પોલીસ તેની ધરપકડ કરશે.

આ મામલે આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા અમદાવાદ આવ્યા છે. હોસ્પિટલોમાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. સહાયને લઈને મૃતકોના પરિવારજનોએ મંત્રીને બે હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે પૈસાની તાણ નથી. અમે સરકારને 8 લાખ આપીએ. જોકે પોલીસે આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે.

હવે આ મેટરમાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છે કે, જેગુઆર કારની સ્પીડ 140 કિમી પ્રતિ કાલક કરતાં વધારે હતી. ગઈકાલે ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતે ચર્ચાનું જોર પકડ્યું છે. ઘટનાને લઈને બહુ જ સવાલ ઊભા થયા રહ્યા છે. ત્યારા જેગુઆર કારચાલક સહિત તેના મિત્રોને પૂછપરછ માટે બોલાવ્યા છે. હાલ આ તમામનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

હવે આ અટકાયથ થયેલા યુવક-યુવતીઓએ નશો કર્યો હતો કે નહીં તે મામલે પણ તપાસ કરવમાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કારચાલક તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તમને જણાવી દઈએ કે પૂછપરછ માટે બોલાવાયેલા યુવક-યુવતીઓ આ છે: આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ, માલવિકા પટેલ. જરાક વિચારો તો ખરા કે આ અકસ્માત કેટલો ડેન્જર હશે કે, રસ્તા પર ચંપલોના ઢગલા થઈ ગયા હતા અને લાશોના લીરેલીરાં ઉડી ગયા હતા. એક બોડી તો ગાડીના બોનેટ પર જ પડી રહી હતી.

YC