ખબર

દાવો: બ્રાઝિલથી મંગાવવામાં આવેલા ફ્રોજેન ચિકનમાં મળ્યો કોરોના, ઇક્વાડોરના ઝીંગામાં પણ સંક્રમણનો દાવો

ચીનના શેનઝેન શહેરના લોકોને વિદેશી ફ્રોજેન ફૂડ પ્રત્યે સાવધાની રાખવા માટેની સલાહ આપવામાં આવી છે. આ જાહેરાત બ્રાજિલના ચિકન સેમ્પલમાં કોરોના પોઝિટવ આવ્યા બાદ જાહેર કરવામાં આવી છે. ચીનની અંદર વિદેશમાંથી મંગાવવામાં આવતા સમુદ્રી ફૂડ અને માંસનું સ્ક્રિનિંગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. એ દરમિયાન જ સ્થાનીય સેન્ટરમાં ચિકનની પાંખોની ધારોનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. સેમ્પલની અંદર કોરોના પોઝિટિવ આવવાના કારણે હડકંપ મચી ગયો હતો.

Image Source

શેનઝેનના સવાસ્થ્ય અધિકારીઓ સંક્રમણના સંદિગ્ધ સામાનના સંપર્કમાં આવેલા લોકોને પણ ટ્રેસ કર્યા. ત્યાં સુધી કે સંક્રમિત પેકેટની પાસે રાખવામાં આવેલા અન્ય ઉત્પાદકોને પણ કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા. જાણકારી પ્રમાણે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Image Source

આ પહેલા ચીનના શાનદોંગ પ્રાંતના ઉત્તરી શહેર યાંતાઈમાં કોવિડ-19 માટે  સી ફૂડ ના ત્રણ પેકેટ નમુનાનું પરીક્ષણ કરવા ઉપર તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્થાનીય પ્રશાસને મંગળવારે પોતાના અધિકારીઓ વીબો એકાઉન્ટ ઉપર તેની જાણકારી આપી હતી.

Image Source

ત્યાં જ રાજ્ય મીડિયાએ બુધવાર કહ્યું કે ચીનના અન્હુઈ પ્રાંતના વુહુ શહેરમાં ઇક્વાડૉરથી આવેલા ફ્રોજેન ઝીંગા પેકેટની સપાટી ઉપરથી લેવામાં આવેલા નુમાનનો રિપોર્ટ પણ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.