અજબગજબ

એશિયાની સૌથી વધુ વજન ધરાવતી મહિલાએ ઘટાડ્યું વજન, આજે છે ફક્ત 86 કિલો વજન- જાણો કઈ રીતે

એશિયાની સૌથી બધું વજન ધરાવતી મહારાષ્ટ્રના પાલઘરની મહિલાએ 4 વર્ષમાં કુલ 214 કિલો વજન ઓછું કરી દીધું છે. આ મહોલ્લાનું વજન 300 કિલોથી પણ વધારે હતું. તેમના ડોકટર શશાંક શાહે આ વાતની જાહેરાત કરી હતી.

પાલઘરના વસઈની નિવાસી 42 વર્ષીય અમૃતા રજની જયારે જન્મી હતી ત્યારે તેનું વજન સામાન્ય બાળકોની જેમ જ 3 કિલો જ હતું. પરંતુ 6 વર્ષની ઉમર પછી અચાનક જ તેનું વજન વધવા લાગ્યું હતું. એ હદે તેનું વજન વધી ગયું હતું કે 16 વર્ષની ઉંમરમાં તેનું વજન 126 કિલો થઇ ગયું હતું.

અમૃતાને લોકો જાડી છોકરી કહીને ઓળખતા હતા. અમૃતા એ હદે સ્થૂળતાની શિકાર થઇ ગઈ હતી કે એક સમય પછી તે ઘરવાળાની મદદ વિના કોઈ જ કામ પણ કરી શકતી ન હતી. તેને રોજના કામ કરવામાં તકલીફો થવા લાગી હતી અને તેઓ પોતાના પગ પર ઉભા પણ થઇ શકતા ન હતા ત્યારે ચાલવા-ફરવાની વાત તો દૂર જ હતી.

આ વાતથી ચિંતિત થઈને તેમના પરિજનોએ કેટલાય ડોકટરોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની સારવારની કોઈ અસર થઇ નહિ.  તેમનો આત્મવિશ્વાસ પણ હવે ડગમગવા લાગ્યો હતો. આ પછી તેમને ઘરેથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. એક સમય તો એવો હતો કે 10 વર્ષ સુધી તેઓએ ઘરની બહાર પગ પણ મુક્યો ન હતો. તેમના પરિજનોના જણાવ્યા મુજબ તેઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી, ઓક્સિજનની જરૂર પડતી હતી.

ડોક્ટર શશાંક શાહના જણાવ્યા મુજબ, વર્ષ 2015માં અમૃતા પહેલીવાર તેમની પાસે તપાસ કરાવવા માટે આવ્યા હતા. ત્યારે અમૃતાને સોફા પર બેસાડીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, તપાસ પછી ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓપરેશન થિયેટર સુધી લઇ જવામાં 20 લોકોની જરૂર પડી હતી. તેમના માટે હોસ્પિટલમાં ખાસ બેડ તૈયાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2015 અને 2017માં તેમની બે બેરિએટ્રિક સર્જરી થઇ ચુકી છે. એ પછી તેમનું વજન ઓછું થવા લાગ્યું. તેમને 214 કિલો વજન ઓપરેશનથી ઓછું કર્યું હતું. હાલ અમૃતાનું વજન 86 કિલો છે. પરંતુ વજન ઓછું કરવા માટે બે બેરિએટ્રિક સર્જરી, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી, ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી કરવી પડી હતી. વધુ વજનને લીધે તેમનું શરીર કામ કરતુ બંધ થઇ ગયું હતું. જેના કારણે અમૃતાને ટાઈપ 2 ડાયાબિટીસ, કિડની અને તણાવ જેવી સમસ્યાઓ ઉભી થઇ હતી.

ડોકટરના જણાવ્યા અનુસાર, આવતા એક વર્ષમાં અમૃતાનું વજન 10-12 કિલો હજુ ઓછું થઇ શકે છે. હાલ અમૃતા સામાન્ય જીવન જીવી રહી છે. પરંતુ ડોક્ટર શાહે આ મેદસ્વિતાની બીમારીની ગંભીરતા જણાવી હતી કે આ એક બીમારીએ છે. જે હોર્મોન અસંતુલનને કારણે થાય છે.