અભિનેતા શાહરુખ ખાનનો દીકરો શનિવારે આર્થર રોડ જેલમથી પોતાના ઘરે પરત ફર્યો છે, તે લગભગ ત્રણ અઠવાડિયા સુધી જેલની અંદર બંધ રહ્યો. તેની ડગ કેસની અંદર ધરપકડ થઇ હતી. જયારે આર્યન જેલમાં હતો ત્યારે જેલની અંદર તે શું કરી રહ્યો છે તેને લઈને ઘણી બધી વાતો પણ સામે આવી હતી. તેના જમવા અને સુવા વિશેની ઘણી માહિતી પણ જેલથી બહાર આવેલા એક કેદીએ આપી હતી.
ત્યારે જેલમાંથી બહાર આવી અને પોતાને શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો મિત્ર જણાવી અને ન્યુઝ ચેનલોને ઇન્ટરવ્યૂ આપનાર ધરાવી નિવાસી 44 વર્ષીય શ્રવણ નાડરને મોંઘુ પડ્યું છે. તે ફરી એકવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. શ્રવણ આર્થર રોડ જેલના એજ બેરેકમાં બંધ હતો જ્યાં આર્યન ખાનને રરખવામાં આવ્યો હતો. શ્રવણના જણાવ્યા પ્રમાણે તે અને આર્યન એક જ દિવસે જેલમ ગયા હતા.
દસ દિવસ પહેલા જ શ્રવણને ચોરીના મામલામાં જામીન મળી હતી. તો ગુરુવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા આર્યન ખાનની જામીન પણ મંજુર કરવામાં આવી હતી. ન્યુઝ ચેનલના માધ્યમથી શ્રવણને એ વાતની ખબર પડી અને તે એ આશામાં આર્થર રોડ જેલ પરિસર પહોંચી ગયો કે આર્યન ગુરુવારે જેલમથી બહાર આવી જશે.
આ દરમિયાન જ તેને મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આર્યન જેલમાં રડી રહ્યો છે. આર્યને મને તેના ઘરવાળાને પૈસા મોકલવા માટેનો સંદેશ કહેવાનું કહ્યું હ્ચે. એક ચોરીના મામલામાં જુહુ પોલીસને શ્રવણની શોધ હતી. તેને ટીવી ઉપર ઇન્ટરવ્યૂ આપતા જોઈને જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેની જાણકરી અપરાધ શાખાની યુનિટ ત્રણને આપી.
તેના બાદ શ્રવણને ઝડપી લેવામાં આવ્યો. શ્રવણની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં કોર્ટે તેને 1 નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધો. શ્રવણને આર્યનને પોતાનો મિત્ર કહેવું ખુબ જ મોંઘુ પડી ગયું અને આ રીતે તે ફરી પાછો જેલના સળિયા પાછળ બંધ થઇ ગયો.