ખબર વાયરલ

શું મગરના મોઢામાંથી પણ મિત્રને બહાર કાઢી લાવ્યો? વીડિયો જોઈને તમારી અક્કલ કામ નહીં કરે, સાચું કે ખોટું તેની યુઝર્સમાં ચર્ચા

મિત્ર એ ભાઈ કરતા પણ વધારે હોય છે. આજના સમયમાં ઘણા લોકોએ જોયું છે કે ભાઈ ભાઈના સંબંધોમાં પણ કડવાશ આવી જાય છે, પરંતુ જરૂર પડે મિત્રો જ કામ આવે છે. સોશિયલ મીડિયામાં મિત્રતાના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે જેમાં સાચી મિત્રતાના પુરાવા પણ જોવા મળતા હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક મિત્રતાના પુરાવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મિત્રએ બીજા મિત્રને મગરના મોઢામાંથી બહાર કાઢ્યો હતો.પરંતુ વીડિયો ધ્યાનથી જોતા તો ખોટો હોય એવું લાગી રહ્યું છે જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થાય છે. આમાંના મોટાભાગના પ્રાણીઓ અન્ય પ્રાણી સાથે ઝઘડતા જોવા મળે છે. પરંતુ આ વીડિયો અન્ય વીડિયોથી અલગ છે. આ વીડિયોમાં મગર એક વ્યક્તિને લગભગ ગળી ગયો હતો કે ત્યારે જ તેના મિત્રો તેની જીવાદોરી બનીને આવ્યા હતા અને મગર જેવા ખતરનાક પ્રાણીથી પણ ડરતા ન હતા.

આ વીડિયોમાં એક ખતરનાક મગર જોઈ શકાય છે. આવી સ્થિતિમાં, એક વ્યક્તિ મગરની પૂંછડીની બાજુમાં બેઠો છે અને બીજો તેના મોં સામે ઉભો છે. હવે સવાલ એ છે કે આ બંનેએ આ રીતે પોતાનો જીવ કેમ જોખમમાં મૂક્યો છે?  આ વીડિયોમાં આ બંને સિવાય અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહી છે. આ વ્યક્તિ આ બંનેનો મિત્ર છે, જેને મગર લગભગ ગળી ગયો છે.

બંને પોતાના મિત્રને બહાર કાઢવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. પાછળ બેઠેલા વ્યક્તિએ મગરની પૂંછડી પકડી રાખી છે અને સામે ઊભેલો વ્યક્તિ મગરનું જડબું ખોલીને તેના મિત્રને મોંમાંથી બહાર કાઢતો જોવા મળે છે. જો કે એ કહેવું મુશ્કેલ છે કે મગર અસલી છે કે નકલી. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. કોમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સે મગરને નકલી હોવાનું કહ્યું છે પરંતુ તેમ છતાં આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. જે સ્ક્રિપ્ટેડ અથવા ખોટો પણ હોય શકે છે.