તેરે જૈસા યાર કહા, કહા એસા યારાના !! સાચી મિત્રતાને સાબિત કરે છે આ બંને મિત્રો, 25 વર્ષથી પહેરે છે એક જેવા કપડાં

ફિલ્મોની અંદર આપણે મિત્રતાના ઘણા કિસ્સાઓ જોઈએ છીએ, તો સોશિયલ મીડિયા દ્વારા પણ મિત્રતાની ઘણી વાતો સાંભળવા મળતી હોય છે, પરંતુ આજે અમે તમને જે બે મિત્રોની મિત્રતા વિશે જણાવીશું એવી મિત્રતા ના તમે આજ સુધી જોઈ હશે, ના કયારેય તેના વિશે સાંભળ્યું હશે.

આ બંને જીગરજાન મિત્રો છે કેરળના અલાપુજા જિલ્લાના રહેવા વાળા રવીન્દ્રન પિલ્લાઈ અને ઉદય કુમાર. આ બંને જીગરી દોસ્તો છે પરંતુ તેમની દોસ્તી દુનિયાથી સાવ અલગ છે. છેલ્લા 25 વર્ષથી આ બંને મિત્રો એક જેવા જ કપડાં પહેરે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત 1982ની છે જયારે રવીન્દ્રનના મિત્ર તિલકનએ બંનેને મળાવ્યા હતા. હકીકતમા તિલકન ઉદય કુમારનો મોટો ભાઈ અને સ્કૂલમાં રવીન્દ્રનો ક્લાસમેટ હતો. રવિન્દ્રને જણાવ્યું કે “અમે ફક્ત એક જ રંગના કપડાં નથી પહેરતા પરંતુ અમારા શર્ટ અને પેન્ટનું મટીરીયલ પણ સરખું હોય છે.”

રવિન્દ્રને જણાવ્યું કે “મુલાકાતના 6 વર્ષ બાદ 1988માં અમે બિઝનેસ પાર્ટનર બની ગયા. અમે અમારી યુનિટ્સને સાથે જોડીને PKનામના ટેલર્સની એક દુકાન ખોલી. જો કે દુકાનના નામની અંદર ઉપયોગમાં આવનારો P અને Kનું તેમના અસલી નામ સાથે કોઈ સંબંધ નથી. હકીકતમાં સ્થાનિક લોકોએ બંનેની જોડીને જોઈને તેમને Pachu અને Kovalan નામ આપી દીધું. જે દિવંગ પીકે માનથરીના બે પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર હતા.

રવિન્દ્રએ હસતા હસતા જણાવ્યું હતું કે “અમારા બંનેમાંથી એક લાંબો હતો અને બીજો થોડો ટૂંકો, એટલા માટે અમે જયારે એક જેવા કપડાં પહેરીને બહાર નીકળતા હતા ત્યારે લોકો મજાક મજાકમાં અમને Pachu અને KOvalan કહેવાનું શરૂ કરી દેતા. અમને આ વાતનું ખોટું પણ નહોતું લાગતું. પરંતુ આ નામ અમને એટલા પસંદ આવ્યા કે ઉદય કુમારની સલાહ ઉપર તેમને પોતાની દુકાનનું નામ PK રાખી લીધું.

રવીન્દ્રન અને ઉદયકુમારની મિત્રતા સમયની સાથે વધારે પાક્કી બનતી ગઈ. વાત અહીંયા સુધી પહોંચી ગઈ કે બંનેએ ઘરો વચ્ચેનું અંતર પણ મિટાવી દીધું. મતલબ કે પહેલા ઉદય કુમાર રવિન્દ્રના ઘરથી 1 કિલોમીટર દૂર રહેતા હતા. પરંતુ વર્ષ 2003 પછી તેમને રવીન્દ્રનના ઘરની પાસે જ પ્લોટ ખરીદી લીધો અને પોતાનું ઘર બનાવી લીધું. જ્યાં ઉદય કુમાર પોતાની પત્ની અને દીકરી સાથે અને રવીન્દ્રન તેમની પત્ની અને દીકરા સાથે રહે છે.

શરૂઆતમાં આ બંને પરિવારના લોકો પણ એક જ સરખા કપડાં પહેરતા હતા, પરંતુ પછીથી મહિલાઓ માટે એક જેવા કપડાં શોધવા ચુનોતી બની ગઈ અને હવે ફક્ત રવીન્દ્રન અને ઉદય કુમાર જ એક જેવા કપડાં પહેરે છે. પેન્ટ કેવું પહેરવું તેનો નિર્ણય ઉદયકુમાર લે છે. અને શર્ટ કેવું પસંદ કરવું તેનો અધિકાર રવીન્દ્રન પાસે છે. અને હા, પીળો રંગ છોડીને બંનેની પાસે દરેક રંગના કપડાં છે.

બંનેને વધુ ઓળખ ત્યારે મળી જયારે વર્ષ 2006માં “વર્લ્ડ ફ્રેન્ડશીપ” ડેના દિવસે માતૃભૂમિના એક રિપોર્ટરે તેમની મિત્રતાની કહાની દુનિયા સામે રાખી. જેના બાદથી જ લોકો તેમની મિત્રતા વિશે ટીવીથી લઈને રેડિયો ઉપર સાંભળતા રહ્યા.

Niraj Patel