સજી ધજીને બેઠેલી દુલ્હનને તેના મિત્રોએ ઊંચકી અને નાખી દીધી સ્વિમિંગ પુલમાં, લાખો લોકોએ જોયો વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, લગ્નને લઈને સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો પણ રોજ વાયરલ થતા હોય છે, આવા લગ્નના વીડિયોની અંદર વર કન્યાની મજાક મસ્તી પણ જોવા મળતી હોય છે, તો લગ્નને લઈને અલગ અલગ વિધિમાં કંઈક એવું જોવા મળતું હોય છે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જતું હોય છે.

હાલ પણ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીઠી બાદ એક કન્યાને સ્વિમિંગ પુલમાં ઊંચકીને નાખી દેવામાં આવે છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો અને લોકોને પણ આ મજાક મસ્તી ખુબ જ પસંદ આવી રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ બધું ખૂબ જ મજાકિયા અંદાજમાં થઇ રહ્યું છે. વાયરલ વીડિયોમાં દેખાતી કન્યાનું નામ કૃતિકા ખુરાના છે. તે યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે. તેના સાડા છ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. યુટ્યુબ પર તેણે પોતાના વિશે જે માહિતી આપી છે તે મુજબ તેણે ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે આઉટફિટ વીડિયો, હેરસ્ટાઈલ ટ્યુટોરિયલ્સ, ટ્રાવેલ અને DIY વીડિયો બનાવે છે. જે લોકોને ખૂબ જ ગમે છે.

કૃતિકા ખુરાનાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેના મિત્રો તેને સ્વિમિંગ પુલમાં ફેંકી દે છે. આ ઉપરાંત આ વીડિયોમાં એક અન્ય છોકરી પણ સ્વિમિંગ પૂલમાં ઉભી જોવા મળે છે. જે તેની સંભાળ રાખે છે. આ વીડિયોને લાખો  લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રકારની ઘણી કોમેન્ટ પણ કરી છે.

Niraj Patel